World news: શનિવારે અફઘાનિસ્તાન ભૂકંપથી હચમચી ગયું હતું. સતત પાંચ આફ્ટરશોક્સે ઘણી ઇમારતો અને દિવાલો જમીન પર ધસી પડી. ભૂકંપમાં ઓછામાં ઓછા 1000 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી. મૃત્યુઆંક હજુ વધી શકે છે. USGS અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના સૌથી મોટા શહેર હેરાતથી 40 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં હતું.
ભૂકંપ બાદ લોકો પોતાના ઘર અને દુકાનોમાંથી ભાગવા લાગ્યા હતા. સોશિયલ મીડિયા પર ગભરાટના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. હેરાતના રહેવાસી બશીરે જણાવ્યું કે, અમે તે સમયે ઓફિસમાં હતા. અચાનક ઇમારત ધ્રૂજવા લાગી. ભૂકંપ એટલો જોરદાર હતો કે દિવાલો પરનું પ્લાસ્ટર પડવા લાગ્યું અને દિવાલોમાં તિરાડ પડી ગઈ, એમ તેણે એએફપીને જણાવ્યું. આ સિવાય ઈમારતનો કેટલોક ભાગ પણ ધરાશાયી થયો હતો.
તેણે કહ્યું, હવે હું મારા પરિવારનો સંપર્ક પણ કરી શકતો નથી. મોબાઈલ ડિસ્કનેક્ટ થઈ ગયો છે. અમે ખૂબ ડરી ગયા છીએ. અફઘાનિસ્તાનની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગ્રામીણ અને પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ બની છે જેમાં લોકોના મોતની આશંકા છે. હાલમાં અમારી પાસે હજુ સુધી તમામ માહિતી નથી. તમને જણાવી દઈએ કે હેરાતને અફઘાનિસ્તાનની સાંસ્કૃતિક રાજધાની કહેવામાં આવે છે. અહીં લગભગ 19 લાખ લોકો રહે છે. ગયા વર્ષે પણ જૂન મહિનામાં અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા 1000 લોકોના મોત થયા હતા.
Gold Price: સોનું અને ચાંદી સસ્તા થયા, 1600 રૂપિયા ભાવ ઘટ્યા, શું દિવાળી સુધી ઘટાડો ચાલુ જ રહેશે?
અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા ફરાહ અને બદગીસ પ્રાંતમાં અનુભવાયા હતા. અફઘાનિસ્તાનનો મોટો વિસ્તાર ભૂકંપની સંભાવના ધરાવે છે. હિંદુકુશ પર્વતમાળામાં યુરેશિયન અને ભારતીય ટેકટોનિક પ્લેટોના સંગમને કારણે અહીં અવારનવાર ભૂકંપ આવે છે. હિન્દુકુશ ભૂકંપની અસર ઘણી વખત ભારતના હૃદય દિલ્હી સુધી પહોંચે છે.