National News: હરિયાણાના યમુનાનગર જિલ્લામાં કથિત ગેરકાયદે માઇનિંગ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDએ મોટી કાર્યવાહી કરી છે. ઇન્ડિયન નેશનલ લોકદળના પૂર્વ ધારાસભ્ય દિલબાગ સિંહના ઘરે EDના દરોડામાં માત્ર કુબેરનો ખજાનો જ નહીં, પણ વિદેશી હથિયારોનો થોકડો પણ મળી આવ્યો હતો.
INLD નેતા અને પૂર્વ ધારાસભ્ય દિલબાગ સિંહના ઘર અને પરિસરમાં ગુરુવારે પાડવામાં આવેલા દરોડામાં, ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને 5 કરોડ રૂપિયાની 500 રૂપિયાની નોટો મળી આવી છે. હજુ પણ ગણતરી ચાલી રહી છે અને EDના અધિકારીઓ પણ નોટો ગણીને થાકી ગયા છે. તો ચાલો જાણીએ કે ડ્રગ્સ અને કરન્સીના નવા સ્ટ્રોંગમેન દિલબાગ સિંહ કોણ છે અને તેના પર શું આરોપ છે?
જાણો દિલબાગસિંહના ઘરેથી શું મળ્યું
EDના દરોડામાં દિલબાગ સિંહના ઠેકાણાઓ પરથી અત્યાર સુધીમાં 5 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે અને નોટોની ગણતરી હજુ ચાલુ છે. એવું માનવામાં આવે છે કે રોકડનો આંકડો હજુ વધી શકે છે કારણ કે રોકડની ગણતરીનું કામ ચાલી રહ્યું છે. એટલું જ નહીં, દિલબાગ સિંહના ઠેકાણા પરથી વિદેશી હથિયાર અને 300 કારતૂસ પણ મળી આવ્યા છે.
દિલબાગ સિંહ અને તેના સાથીઓની ભારત અને વિદેશમાં અનેક મિલકતો સાથે ગેરકાયદે વિદેશી બનાવટના હથિયારો, 300 કારતૂસ, 100થી વધુ દારૂની બોટલો અને 5 કરોડ રૂપિયા રોકડા, કેટલાય કિલોગ્રામ બુલિયન મળી આવ્યા છે.
જાણો કોણ છે દિલબાગ સિંહ?
દિલબાગ સિંહ ધારાસભ્ય રહી ચૂક્યા છે. તે 2009માં જીત્યો હતો. પરંતુ 2019માં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ ચૂંટણીમાં તેઓ હરિયાણાના અમીર ઉમેદવારોમાંથી એક હતા. ચૂંટણી દરમિયાન દિલબાગ સિંહે પોતાની સંપત્તિ 34 કરોડ રૂપિયા જાહેર કરી હતી. તેમનો ટ્રાન્સપોર્ટ અને માઈનિંગનો બિઝનેસ છે. દિલબાગ સિંહ કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી 1994માં સ્નાતક છે.
દિલબાગના ઘરે અત્યારે શું ચાલી રહ્યું છે?
કોર્ટના આદેશ બાદ ગેરકાયદે માઈનિંગ કેસ નોંધાયા બાદ દિલબાગ અને અન્યો સામે ઈડીની આ પ્રથમ મોટી કાર્યવાહી છે. EDની ટીમોએ યમુનાનગરના પૂર્વ ધારાસભ્ય અને INLD નેતા દિલબાગ સિંહના ઘર, ઓફિસ અને વિવિધ સ્થળોએ પણ એક સાથે ખટખટાવ્યા હતા. દિલબાગ સિંહ અને તેના સંપર્કમાં આવેલા ખાણકામના ધંધાર્થીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર માઈનિંગ સંબંધિત દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. યમુનાનગર ઉપરાંત EDની ટીમ ફરીદાબાદ, સોનીપત, કરનાલ, મોહાલી અને ચંદીગઢમાં પણ દરોડા પાડી રહી છે.
જાણો શું છે સમગ્ર મામલો
યમુનાનગર અને આસપાસના જિલ્લાઓમાં કથિત ગેરકાયદેસર ખાણકામની તપાસ માટે તાજેતરમાં હરિયાણા પોલીસ દ્વારા દાખલ કરાયેલી અનેક FIRમાંથી મની લોન્ડરિંગનો આ મામલો પ્રકાશમાં આવ્યો છે. આ એફઆઈઆર પત્થરો, કાંકરી અને રેતીના કથિત ગેરકાયદે ખોદકામની તપાસ માટે નોંધવામાં આવી હતી જે લીઝની મુદત અને કોર્ટના આદેશ પછી પણ ભૂતકાળમાં થઈ હતી.
રામ મંદિર બનાવનારી કંપની પર ભગવાન રામની ચારેય દિશામાંથી કૃપા, કમાણી મામલે બખ્ખાં જ બખ્ખાં
Jio, Airtel કે VI? જાણો લોકો કોને સૌથી વધુ પસંદ કરે છે અને સૌથી સસ્તું કોણ?
કેન્દ્રીય એજન્સી 2020 માં હરિયાણા સરકાર દ્વારા આવક અને કરની વસૂલાતને સરળ બનાવવા અને ખાણકામ ક્ષેત્રોમાં કરચોરી અટકાવવા માટે લાવવામાં આવેલી ઓનલાઈન યોજનામાં કથિત છેતરપિંડીની પણ તપાસ કરી રહી છે.