શું ટૂંક સમયમાં ખાદ્યતેલના ભાવ ઘટશે? સરકારે લીધો મોટો નિર્ણય, આ દિવસથી થશે લાગું, જાણો વિગત

Desk Editor
By Desk Editor
Share this Article

Cooking Oil Prices: સામાન્ય માણસને અસર થાય તેવો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે. આ નિર્ણયથી ખાદ્યતેલની કિંમતોમાં ફેરફાર કરવા સરકારે ટકોર કરી છે. છેલ્લા કેટલાક સમય પહેલા ખાદ્યતેલની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો પણ હવે કેટલાક સમયથી ખાદ્યતેલના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે. ત્યારે ફરી સરકારે ખાદ્યતેલની કિંમતોમાં મોટો ફેરફાર કરવાની જાહેરત કરી છે.

હાલ સામાન્ય લોકો સરસવ, મગફળી, નાળિયેર, મકાઈ, કેનોલા, ઓલિવ, કપાસ, પામ, સૂર્યમુખી, રેપસીડ અને તલના છોડમાંથી તેલ કાઢવામાં આવે છે. બદામ, કાજુ, કોળાના બીજ, પિસ્તા, અખરોટમાંથી તેલ બનાવવામાં આવે છે. તે જ સમયે, નારંગી, દ્રાક્ષના બીજ અને લીંબુમાંથી પણ તેલ કાઢવામાં આવે છે. ભારતમાં દરેક વ્યક્તિએ દર વર્ષે 19 કિલો ખાદ્ય તેલ ખાઈ છે.

કેન્દ્ર સરકારે ખાદ્યતેલના ભાવને સંબંધિત મોટું પગલું ભર્યું છે. જેના પગલે દેશમાં ખાદ્યતેલની કિંમતોમાં ઘટાડો થવાની આશા છે. ખાદ્યતેલના ભાવ લાંબા સમયથી સ્થિર છે અને દર મહિને તેમની કિંમતોમાં થોડો ફેરફાર અગાઉના દરના વલણ મુજબ થઈ રહ્યો છે. સોલવન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે રાંધણ તેલ કંપનીઓને દેશમાં ખાદ્યતેલના ભાવ આંતરરાષ્ટ્રીય ભાવ પ્રમાણે ઘટાડવા જણાવ્યું છે.

રસોઈ તેલ ઉદ્યોગના માલિકો પરેશાન

ખાદ્ય તેલ ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોના મતે આ સમયે ખાદ્યતેલના ભાવમાં અચાનક ઘટાડો કરવો શક્ય નહીં બને. દેશમાં જ્યારે સરસવની લણણી શરૂ થશે ત્યારે માર્ચ સુધીમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થશે. સરસવની લણણી બાદ ખાદ્યતેલોનો નવો પુરવઠો આવશે, ત્યારબાદ ખાદ્યતેલ અથવા રાંધણ તેલના દરમાં ઘટાડો થઈ શકે છે.

સામાન્ય લોકોને શું ફાયદો થશે કે નુકશાન

ઈકોનોમિક ટાઈમ્સના સમાચાર અનુસાર, સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અજય ઝુનઝુનવાલાએ કહ્યું કે કેન્દ્ર સરકારના કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટ્રીએ ઓઈલ કંપનીઓને પત્ર લખીને ઈન્ટરનેશનલ રેટ પ્રમાણે કિંમતો ઘટાડવા માટે કહ્યું છે. સોયાબીન, સનફ્લાવર અને પામ ઓઈલના ભાવ વૈશ્વિક ભાવની સરખામણીએ ઘટવા જોઈએ, જે છેલ્લા કેટલાક સમયથી નથી થઈ રહ્યા, તેથી હવે આ દિશામાં પગલાં લેવા જોઈએ.

કેન્દ્ર સરકાર ખાદ્યતેલોની મોંઘવારી પર નજર

બંગાળ બાદ પંજાબમાં પણ કોંગ્રેસને ઝટકો! ભગવંત માને કહ્યું- રાજ્યમાં અમારું કોઈ સાથે ગઠબંધન નથી, પંજાબમાં કોંગ્રેસને બાજુ પર!

‘અયોધ્યા, બાબરી મસ્જિદ અને રામ મંદિર…’, રામ લલ્લાના અભિષેકથી 57 મુસ્લિમ દેશો ભડકી ઉઠ્યાં, જાણો શું કહ્યું…

શું તમને ખબર છે કે અવકાશયાન સ્પેસ સ્ટેશન સાથે કેવી રીતે જોડાય છે? એક અવકાશયાત્રીએ વીડિયો કર્યો શેર, તમે જોઈને આશ્ચર્યચકિત થઈ જશો!

કેન્દ્ર સરકાર ખાદ્યતેલોના ભાવમાં વધારાની સંભાવનાને ટાળવા માટે સતત પગલાં લઈ રહી છે. ડિસેમ્બરમાં જ સરકારે ખાદ્યતેલની આયાત ડ્યુટી ઘટાડવાના નિર્ણયની સમયમર્યાદા વધુ લંબાવી છે. હવે ખાદ્યતેલ પર ઘટેલી આયાત શુલ્ક માર્ચ 2025 સુધી લાગુ રહેશે.


Share this Article