રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડીંડોરનુ નિવેદન સામે આવતા જ ગુજરાતી ભાષા પ્રત્યેનું માન વધી ગયું છે. કારણ કે હવે રાજ્યની શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત કરવામાં આવ્યું છે. અંગ્રેજી માધ્યમની શાળામાં પણ ગુજરાતી ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.
શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે વાત કરી કે ગુજરાતી ભાષા ભણાવવા સરકાર પ્રયત્નશીલ છે. જો કોઈ શાળાએ નિયમ તોડ્યો અને અમને જરૂર પડશે તો શાળાઓ સામે પગલાં પણ લેવાશે. સાથે સાથે ગુજરાતી ભાષાની જાળવણી માટે જે કોઈપણ તૃટી કે ખામી હોય તેને દૂર કરવાનો રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે એવી વાત પણ શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે કરી હતી.
તો આ તરફ અમદાવાદમાં માતૃભાષા દિવસ નિમિતે AMCએ ખુબ જ મહત્વનો નિર્ણય કર્યો છે. જાહેર સ્થળોએ ગુજરાતી ભાષાના ફરજિયાત ઉપયોગ માટે સૂચના આપવામાં આવી છે. શોપિંગ મોલ,થિયેટર,સીનેમાગૃહ,નાટયગૃહ જેવા સ્થળોએ ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવો પડશે.
આ સાથે જ તંત્રએ હિન્દી અને અંગ્રેજી સાથે ગુજરાતી ભાષાના ફરજિયાત ઉપયોગ માટે અધિકારીઓને આદેશ અપાયા છે. બાગ બગીચા,પાર્ક અને વાંચનાલય જેવા સ્થળોએ પણ માતૃભાષાનો ફરજિયાત ઉપયોગ કરવો પડશે. ત્યારે આ રીતે ગુજરાતી ભાષાનો વધતો વ્યાપ જોઈને દરેક ગુજરાતીનું પણ હૈયુ ગજગજ ફુલે છે.