ક્રિકેટ ચાહકોને લાગ્યો મોટો ઝટકો, એક પછી એક 3 ખેલાડીઓએ કરી સંન્યાસની જાહેરાત, ઓહાપો મચી ગયો

Desk Editor
By Desk Editor
Share this Article

Cricket News : ક્રિકેટ ચાહકો માટે છેલ્લા એક સપ્તાહનું ભારે રહ્યું છે. છેલ્લા 7 દિવસમાં 3 સ્ટાર ખેલાડીઓએ નિવૃત્તિની (3 star players retired) જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે આ તમામ ખેલાડીઓ એક જ ટીમના છે. એક બોલરે ટેસ્ટ ક્રિકેટમાં 600થી વધુ વિકેટ લીધી છે. સાથે જ આ લિસ્ટમાં એક ઘાતક ઓલરાઉન્ડર અને એક દમદાર ઓપનર પણ સામેલ છે. બે ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના (International cricket) તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે, અને એક ખેલાડીએ માત્ર ટેસ્ટ ફોર્મેટમાંથી જ નિવૃત્તિ લીધી છે.

 

29 જુલાઈએ આ ખેલાડીએ સંન્યાસની જાહેરાત કરી હતી.

એશિઝ સિરીઝ (Ashes Series) ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે શાનદાર જીત સાથે સમાપ્ત કરી. એશિઝ શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ દરમિયાન, ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડે (Stuart Broad) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. સ્ટુઅર્ટ બ્રોડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 847 વિકેટ લીધી હતી.તેણે ટેસ્ટમાં 604, વનડેમાં 178 અને ટી20માં 65 વિકેટ ઝડપી હતી.

 

આ ખેલાડી 31 જુલાઈએ નિવૃત્ત થયો હતો

એશિઝ સિરીઝ 2023ની પાંચમી અને અંતિમ મેચમાં અન્ય એક સ્ટાર ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ ખેલાડીઓ બીજું કોઈ નહીં પણ મોઈન અલી (Moeen Ali) છે. મોઇને સપ્ટેમ્બર 2021 માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે તેને એશેજ સીરીઝ માટે ટેસ્ટથી પાછા આવવાની અપીલ કરવામાં આવી હતી. જે પછી મોઈન અલીએ એશિઝ શ્રેણી 2023 પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચી લીધી હતી. મોઇને ઇંગ્લેન્ડ માટે 68 ટેસ્ટમાં 37.31ની એવરેજથી 204 વિકેટ ઝડપી છે, બેટિંગમાં તેણે 28.12ની એવરેજથી 3094 રન બનાવ્યા છે. તેણે ટેસ્ટમાં 5 સદી અને 15 અડધી સદી ફટકારી છે.

 

ગુજરાતમાં વરસાદની શક્યતાને લઈ હવામાન અને અંબાલાલની અલગ અલગ આગાહી, જાણો બન્ને શું કહે છે? જોઈએ કોણ સાચું પડે

Video: ગુજરાતનાં ભગવાન કૃષ્ણ સાક્ષાત જોવા મળતા લોકોની ખુશીનો પાર ન રહ્યો! આવ્યાં અને ચમચીથી દૂધ પણ પીધું

કેરળ સ્ટોરીની અભિનેત્રી અદા શર્માએ લીધો ચોંકાવનારો નિર્ણય, કહ્યું ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક લેવા માંગુ છું જાણો શું છે કારણ?

 

આ બેટ્સમેને 4 ઓગસ્ટે લીધો હતો સંન્યાસ

ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન એલેક્સ હેલ્સે તારીખ 4 ઓગસ્ટે તત્કાળ અસરથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. એલેક્સ હેલ્સ (Alex Hales)  ગત વર્ષે ટી-20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની ટીમનો ભાગ હતો. 34 વર્ષીય એલેક્સ હેલ્સે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 1 ટેસ્ટ, 70 વન ડે અને 75 ટી-20 મેચ રમી હતી. ટેસ્ટમાં તેણે 27.28ની એવરેજથી 573 રન બનાવ્યા હતા, જેમાં 5 અર્ધસદી સામેલ હતી. વન ડેમાં હેલ્સે 37.79ની સરેરાશથી 2419 રન ફટકાર્યા હતા, જેમાં 6 સદી અને 14 અર્ધસદી સામેલ છે. ટી-20 ઈન્ટરનેશનલમાં હેલ્સનો રેકોર્ડ શાનદાર છે, તેણે આ ફોર્મેટમાં એક સદી અને 12 અડધી સદીની મદદથી 2074 રન બનાવ્યા હતા.

 

 

 

 

 


Share this Article