અમદાવાદના નરોડા વિસ્તારમાં નકલી ભુવાનો પર્દાફાશ થયો છે. નરોડા વિસ્તારમાં રહેતા રાહુલ ઠાકોર પર આરોપ છે કે તેને વિધિના નામે લોકો પાસે લાખો રૂપિયા પડાવ્યા છે. આ આરોપ હેઠળ કેટલાક શખ્સોએ રાહુલ ઠાકોરને નિકોલ મંદિર પાસે લઇ ગયા હતા. જ્યાં 15 જેટલા શખ્સોએ તેને માર મારી તેનો વીડિયો યુટ્યુબમાં અપલોડ કર્યો હતો. વીડિયોમાં રાહુલ કબૂલે છે કે તેને લોકો પાસેથી ખોટી રીતે પૈસા પડાવ્યા છે. તો બીજી તરફ રાહુલ ઠાકોરે આ શખ્સો પર અપહરણનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
ભોગ બનનાર ભૂવો રાહુલ ઠાકોર પરિવાર સાથે નરોડામાં રહે છે. તા 28 જુલાઇએ ઘરે હાજર હતો ત્યારે રાજકોટના જ કેટલાક શખ્સો પોલીસ તરીકે ઓળખ આપી ઘરમાં ઘૂસી આવ્યા હતા. તમામે તેનું બંદૂકની અણીએ અપહરણ કર્યું હતું અને બાદમાં માર મારી માથાના વાળ કાપી નાખ્યા હતા અને વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. જે ડિલિટ કરવા માટે આ શખ્સોએ રૂપિયા 9 લાખની માંગણી કરી હતી. રાહુલ ઠાકોરે તેવો આરોપ લગાવ્યો છે.
હવામાન વિભાગે કરી આજની આગાહી, હાલમાં વરસાદની સિસ્ટમ ગુજરાત પર એક્ટિવ નથી, છતાં અતિભારે વરસાદની વકી
રાહુલ ઠાકોર જે પોતાની ઓળખ ભૂવા તરીકેની આપી રહ્યો છે, તે શખ્શે જણાવ્યું હતું કે કિર્તીદાન દેઢાનો પહેલા મારી પર કોલ આવ્યો હતો. જે બાદ ફોન પર કિર્તીદાન દેઢાએ મને પૂછ્યું કે તમે આ બધા વીડિયો બનાવો છો. જે બાદ મેં કહેલ કે હવે હું આવા કોઈ વીડિયો નહી બનાવું ડીલીટ કરી દઈશ. મેં એમને એવું કીધું હતું. જે બાદ મારો વીડિયો બધી જગ્યાએ શેર કરી દીધો હતો. જે બાદ મેં ફોન કરી તેઓને કહ્યું હતું કે તમે મારો વીડિયો હજુ સુધી ડિલીટ નથી કર્યો, તમે હજુ સુધી મને કેમ આવી રીતે બદનામ કરો છે. જે બાદ તેઓ ગાડી લઈને આવ્યા હતા, અને પોલીસની ઓળખાણ આપી મને મંદિરે લઈ ગયા હતા અને ત્યાં મારા વાળને બધુ કાપી નાંખ્યું હતું અને પછી તે લોકોએ કહ્યું કે તમે બધુ કબુલ કરો.