ગુજરાતમાં નકલીપણું બેફામ વધ્યું: હવે સુરતમાંથી નકલી IPS ઝડપાયો, ચાર રસ્તા પર ઉભીને મેમો ફાડતો અને પછી…

Lok Patrika
By Lok Patrika
Share this Article

Surat Police: આજકાલ ગુજરાતમાં નકલી લોકોનું વધારે પડતું જ ચાલી રહ્યું છે. થોડા સમય પહેલા જ એક આખી કચેરી નકલી પકડાઈ હતી ત્યારે હવે સુરતમાંથી આવો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઉધના વિસ્તારમાંથી નકલી આઇપીએસ અધિકારી મળી આવ્યો છે. આ નકલી IPS ભાઠેના વિસ્તારમાં જોગેશ્વરી ત્રણ રસ્તા પાસે ઉભા રહી લોકોના વાહનો ચેક કરતો હોવાનું પણ સામે આવ્યું છે.

જો કે વિચારવા જેવી વાત એ છે કે આટલા સમયથી આ બધું ચાલતું હતું છતાં તંત્ર ઘોર નિદ્રામાં હતું. આ નકલી આઈપીએસ ચાર રસ્તા પર લોકોના વાહનો ચેક કરાવાનો ડોળ કરી વાહનચાલકોને મેમો પકડાવતો હતો. ઉધના પોલીસને શંકા જતા પોલીસે ડુપ્લીકેટ IPS અધિકારીને ઝડપીને પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો હતો અને હવે આખા શહેરમાં આ જ વાતની ચર્ચા ચાલી રહી છે.

વિગતો મળી રહી છે કે શહેરના ભાઠેના વિસ્તારમાં અકસ્માતની ઘટનાની તપાસ માટે પોલીસ ગઈ હતી. આ દરમિયાન સુરત પોલીસે આ આઇપીએસ બનીને ફરતા નકલી અધિકારીને પકડી પાડ્યો છે. આના ચહેરા પર દાઢી વધેલી જોઈ પોલીસને શંકા ગઈ અને પૂછપરછ હાથ ધરતા બધો ખુલાસો થયો છે. આરોપી સિલાઈ કામ કરીને ગુજરાન ચલાવતો હોવાનું પણ સામે આવ્યું છે

Breaking: ઇઝરાયેલે ગાઝા સિટી પર કર્યો સૌથી ખતરનાક હુમલો, ગાઝા પટ્ટીને બે ભાગમાં ફાડી નાખી

 દિલ્હી છેલ્લા 7 વર્ષમાં સૌથી વધુ ઝેરી હવાનો રેકોર્ડ તોડશે! હવા પ્રદૂષણે તંત્રથી લઇ આમ નાગરિકોના નાકમાં દમ કરી દીધૂ!!

દિવાળીના તહેવારની જ અંબાલાલ પટેલે કરી ઘાતક આગાહી, વાતાવરણમાં થશે મોટી હલચલ, ભોગવવા માટે તૈયાર રહેજો

આ સાથે જ માહિતી મળી રહી છે કે આ નકલી આઇપીએસનું નામ મોહમંદ શરમાઝ છે. જેને પોલીસ બનવાનો શોખ હતો. પોલીસ બનીને દારૂના અડ્ડા પર જાય તો સારી કમાણી થાય તે માટે એમેઝોન ઉપરથી ડ્રેસ મંગાવ્યો હતો. નકલી IPS અધિકારી બની લોકોને મેમો પધરાવતો હતો. મોહંમદ શરમાઝ પકડાયો ત્યારે તેણે પ્રોબેશનરી આઈપીએસની જેમ યુનિફોર્મ પર ત્રણ સ્ટાર લગાવ્યા હતા. પોલીસે હવે સંકજામાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly