પાકિસ્તાને બુધવારે અફઘાનિસ્તાનને એક વિકેટથી હરાવી એશિયા કપ T20 ટૂર્નામેન્ટની ‘સુપર ફોર’ મેચમાં ફાઈનલની ટિકિટ મેળવી લીધી છે. આ મેચની છેલ્લી ઓવરોમાં ખૂબ જ તણાવ જોવા મળ્યો હતો જ્યાં મેદાન પર ખેલાડીઓ એકબીજા સાથે અથડાયા હતા. આટલું જ નહીં આ મેચ ખતમ થયા બાદ સ્ટેન્ડમાં પણ હંગામો થયો હતો. આ હાર બાદ અફઘાનિસ્તાનના ચાહકોએ પાકિસ્તાનના ચાહકોને પણ માર માર્યો હતો.
આ મેચ અંત સુધી રોમાંચક રીતે સમાપ્ત થઈ. ખેલાડીઓથી લઈને પ્રશંસકોએ આ મેચમાં પોતાની કૂલ ગુમાવી હતી. આ મેચ બાદ સ્ટેન્ડ પરથી એક વીડિયો વાયરલ થયો હતો જેમાં જોઈ શકાય છે કે અફઘાનિસ્તાનના ચાહકો તોડફોડ કરતા જોવા મળે છે. આ લોકો ખુરશીઓ ફેંકી રહ્યા છે. આ સિવાય અફઘાનિસ્તાનના લોકોએ મેદાનની બહાર બેઠેલા પાકિસ્તાની પ્રશંસકો પર પણ હુમલો કર્યો હતો અને તેમના પર ખુરશીઓ પણ ફેંકી હતી.
પ્રશંસકો ઉપરાંત પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ખેલાડીઓ પણ ટકરાયા હતા. હકીકતમાં એવું બન્યું કે 19મી ઓવરના પાંચમા બોલ પર પાકિસ્તાની બેટ્સમેન આસિફ અલી અફઘાન બોલર ફરીદ અહમદની બોલ પર મોટો શોટ રમવાની પ્રક્રિયામાં કેચ આઉટ થયો. આ પછી ફરીદ અહેમદે આસિફ અલી પ્રત્યે આક્રમક થયો. આ પછી ફરીદ અહેમદ ગુસ્સે થઈને પાકિસ્તાનના બેટ્સમેન આસિફ અલીએ પહેલા બોલરને ધક્કો માર્યો અને પછી તેને તેનું બેટ બતાવ્યું. જ્યારે આસિફ અલીએ બેટ ઉપાડ્યું ત્યારે અફઘાનિસ્તાનના અન્ય ખેલાડીઓએ વચ્ચે આવીને તેને રોક્યો હતો.
પાકિસ્તાનની આ જીતથી ભારતીય ટીમની અફઘાનિસ્તાનની સાથે ફાઇનલમાં પહોંચવાની આશા ખતમ થઈ ગઈ છે. પાકિસ્તાને જીત માટેના 130 રનના લક્ષ્યાંકને 19.2 ઓવરમાં નવ વિકેટે હાંસલ કરી લીધો હતો. ટોસ હાર્યા બાદ અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 129 રન બનાવ્યા હતા અને પાકિસ્તાનની ટીમને જીતવા માટે 130 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં પાકિસ્તાનની ટીમે 19.2 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 131 રન બનાવીને મેચ જીતી લીધી હતી.