ગુજરાતીઓ આનંદો: બસ ગણતરીની કલાકોમાં માવઠું લેશે વિદાય, ત્યારબાદ ચામડી દઝાડતી ગરમી માટે થઈ જાઓ તૈયાર

Lok Patrika Desk
By Lok Patrika Desk
weather
Share this Article

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની સંભાવના હજુ બે દિવસ રહેવાની આગાહી કરવામાં આવી છે, પરંતુ આ પછી હવામાન સૂકું રહેવાની અને ગરમીનો પારો ઉપર ચઢવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ બંગાળની ખાડીમાં ચક્રવાત ઉભું થવાની સંભાવના જોવાઈ રહી છે, હવે આ બંગાળની ખાડીમાં ડિપ્રેશન ક્રિએટ થયા પછી આગામી સમયમાં તેની અસરો કેવી થશે તે અંગે આગાહી કરવામાં આવશે. જો ડિપ્રેશન ચક્રવાતમાં પરિવર્તિત થશે તો તેને મોકા/મોચા નામ આપવામાં આવશે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 48 કલાક સુધી વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ પછી રાજ્યનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સર્ક્યુલેશનના કારણે રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે પરંતુ તેની અસર ઓછી થતા ગરમીનું પ્રમાણ વધશે. હવામાંથી ભેજનું પ્રમાણ ઘટવાથી ગરમીમાં વધારો થવાની શરુઆત થશે.

weather


Share this Article