ગુજરાતમાં ચોમાસાની શરૂઆત શરુ થઇ ચુકી છે. ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર બાજુ જળબંબાકાર જોવા મળી રહ્યું છે, બીજી તરફ ઉત્તર ગુજરાત તરફ વરસાદ બિલકુલ નથી. ત્યારે બનાસકાંઠામાં પણ શરૂઆતના વરસાદમાં ખેડૂતોએ પોતાના પાકોનું વાવેતર કર્યું હતું. પરંતુ છેલ્લા 15 દિવસથી વરસાદ ન આવતા ખેડૂતોને પાક બચાવવા મુશ્કેલ બન્યા છે. થરાદ, પાલનપુર, વડગામ, દાંતીવાડા ધાનેરા સહિતના તાલુકાઓમાં પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે, ખેડૂતોના બોરમાં પણ પાણી નથી અને તેના કારણે તેઓ ચોમાસા આધારિત ખેતી કરતા હોય છે, ત્યારે હાલમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના વાવેલા પાકો સુકાઈ રહ્યા છે. જેના કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
બનાસકાંઠામાં સારો વરસાદ થતાં ખેડૂતોએ પાકોનું વાવેતર શરૂ કર્યું હતું. પરંતુ છેલ્લા 15 દિવસથી વરસાદ ન આવવાથી ખેતીનો પાક બચાવો મુશ્કેલ બન્યો છે. બનાસકાંઠામાં પાલનપુર, વડગામ, દાંતીવાડા, ધાનેરા સહિતના તાલુકાઓમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય રહી છે, જ્યાં તળમાં પાણી નથી એટલે ખેડૂતો ખેતી કરી શકતા નથી, પરંતુ ચોમાસા દરમિયાન વરસાદના કારણે ખેડૂતો વાવેતર કરતા હોય છે. ત્યારે વાવેતરના 15 દિવસ બાદ પણ વરસાદ ન આવતા હવે પાકો સુકાઈ રહ્યા છે.
એક વીડિયો અને મણિપુરના નફ્ફટો બગડ્યાં, મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવી, જાણો અસલી કારણ
28 કિલો સોનું, 1250 કિલો ચાંદી અને હજારો સાડીઓ; જાહો જહાલીમાં આ અભિનેત્રીનો કોઈ જવાબ નથી
મારપીટ, ગાળો અને બેફામ ટોર્ચર…. SDM જ્યોતિ મૌર્યની જેઠાણી પણ પતિથી અલગ થઈ ગઈ
બનાસકાંઠામાં પહેલા રાઉન્ડમાં જ સાર્વત્રિક વરસાદને લઈને ખેડૂતો ખુશ હતા અને પોતાના ખેતરોમાં વાવણીની શરૂઆત કરી હતી. કપાસ, પપૈયા, બાજરી, દિવેલા, મગફળી સહિતના મોંઘા બિયારણ લાવી પાકોનું વાવેતર કર્યું છે. જિલ્લાના અમુક તાલુકા એવા છે જ્યાં ખેડૂતોના બોરમાં પાણી નથી અને તેના કારણે તેઓ ચોમાસા આધારિત ખેતી કરતા હોય છે ત્યારે હાલમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના વાવેલા પાકો સુકાઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતો નુકસાનની ભીતિ સહન કરી રહ્યાં છે.