Ahmedabad news: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ઉચ્ચ અધિકારી પર હુમલો કરવાના સમાચાર હાલમાં ચારેકોર આગની જેમ ફેલાઈ રહ્યા છે. કારણ કે દબાણ દૂર કરવાની ડ્રાઇવ દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ પર ભયંકર હુમલો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે.
હાલમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે SVP હોસ્પિટલ લઈ જવાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે સિવિલની નજીકના દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે આ ઘટના ઘટી હતી. દબાણ દૂર કરતી ટીમ પર ટોળા દ્વારા હુમલો કરાયો હોવાની વિગતો મળી રહી છે.
વિગતો મળી રહી છે કે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ટીમ દબાણ દૂર કરી રહી હતી.કોઈને ભણક પણ ન હતી અને ત્યારે અચાનક જ ત્યાં હાજર ટોળાએ ટીમ પર હુમલો કર્યો હતો.
ઈઝરાયેલનો અસલી ‘ગાઝા પ્લાન’નો સૌથી મોટી ખુલાસો, લાખો લોકો સામે થશે કાર્યવાહી, બધાની ફાટી પડી
‘પપ્પા, મેં 10 યહૂદીઓને મારી નાખ્યા છે’, હત્યાકાંડ પછી હમાસના એક આતંકીનો પિતાને કોલ, વાતો લીક થઈ ગઈ
જેમાં ડેપ્યૂટી કમિશનર રમ્ય ભટ્ટને ખૂબ જ માર માર્યો હતો. હાલ તેમને લોહીલુહાણ હાલતમાં SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.