rajkot news: ગુજરાતમાં અંધશ્રદ્ધાના અનેક કિસ્સાઓ અવાર નવાર સામે આવતા રહે છે ત્યારે હવે ફરીથી રાજકોટમાં એક અજીબ મામલો સામે આવ્યો છે. ધૂણતા પતિના ત્રાસથી કંટાળીને બીજી પત્નીએ આપઘાત કરી લીધો છે. આ મામલે મૃતકના પિતાએ જમાઈ સામે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યુ પામેલી પહેલી પત્ની શરીરમાં આવતી હોવાનું પણ પતિ દ્વારા કહેવામાં આવ્યું છે.
આ વાત છે કોઠારિયા રોડ પર આવેલી જયરામ પાર્ક સોસાયટીનો કે જ્યાં લક્ષ્મણ નરશીભાઈ કોળીના પત્ની જલ્પાબેને 7 દિવસ અગાઉ પતિના ધૂણવાના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું છે. આ બનાવમાં પતિનો ત્રાસ કારણભુત હોવાનું મૃતક જલ્પાબેનના પિતા ભગવાન બગથરીયાએ જણાવ્યું હતું અને જેના કારણે હાહાકાર મચી ગયો છે. આજથી બે મહિના પહેલા જ જલ્પાએ મને ફોન કરીને પતિ ત્રાસ આપતો હોવાની ફરિયાદ કરી હતી.
પિતાનું કહેવું છે કે જલ્પાએ મને કહ્યું હતું કે ‘મારા પતિ તેની મૃત્યુ પામેલી પહેલી પત્નીની પૂજા કરે છે અને બાદમાં પત્ની શરીરમાં પ્રેવેશી ગઈ હોવાનું જણાવીને ધૂણવા લાગે છે. તે ધૂણતા ધૂણતા મને માર મારે છે અને મારું ગળુ પણ દબાવે છે અને મને ત્રાસ આપ છે.’ જેના એક અઠવાડિયા બાદ પતિના ત્રાસથી કંટળીને મારી દિકરી જલ્પા પિયર આવી ગઈ હતી. જે બાદ મેં તેને સમજાવીને પરત સાસરે મોકલી દીધી હતી. જે બાદ 28મી જૂલાઈએ તેનો મને ફોન આવ્યો કે ‘મેં ઝેરી દવા પી લીધી છે. મારા બાળકોને સાચવી લેજો.’
જલ્પાના પિતાએ એવી પણ વાત કરી કે મારી દિકરી જલ્પાના લગ્ન પહેલા સુરત થયા હતા. તેના થકી તેને બે સંતાન દિકરો-દિકરી છે. જે બાદ પતિ સાથે અણબનાવ થતાં તેણે છુટાછેડા લીધા હતા. જે બાદ તે મારા ઘરે રહેતી હતી. આજથી 6 મહિના અગાઉ જ તેના લગ્ન રાજકોટના લક્ષમણ નરશીભાઈ કોળી સાથે કરાવ્યા હતા. લક્ષ્મણના પણ પહેલા લગ્ન થયા હતા. જોકે, તેની પત્નીનું મૃત્યુ થયું હતું.