ફેંગશુઈ અનુસાર તૂટેલી વસ્તુઓ ક્યારેય ઘરમાં ન રાખતા, આ ટિપ્સ તમારા જીવનમાં ખુશીઓ લાવશે

Desk Editor
By Desk Editor
Share this Article

Astrology News: વાસ્તુ શાસ્ત્રની જેમ જ ફેંગશુઈ શાસ્ત્ર વ્યક્તિના જીવન પર પ્રભાવ પાડે છે. જે અનુસાર ઘરમાં કેટલીક વસ્તુઓ ન રાખવી જોઇએ. જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને વ્યક્તિના જીવન પર ખરાબ અસર કરે છે. આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ફેંગશુઈની કેટલીક ટિપ્સ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. જેના વિશે તમને જણાવીએ.

તૂટેલી વસ્તુઓ ઘરમાં ન રાખો

ફેંગશુઈ શાસ્ત્ર અનુસાર ઘરમાં લાંબા સમય સુધી તૂટેલી અને જૂની વસ્તુઓ પણ જીવનમાં પ્રગતિમાં અવરોધ બની શકે છે. એવું કહેવાય છે કે આવી વસ્તુઓથી નકારાત્મક વાતાવરણ બનાવે છે અને વ્યક્તિ માટે તેના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બને છે.

બારી-બારણા ખુલ્લા રાખો

ફેંગશુઈ અનુસાર નકારાત્મકતા દૂર કરવા માટે સવારે થોડો સમય ઘરના બારી-બારણા ખોલી દેવા જોઇએ. આ સમય દરમિયાન બેડશીટ્સ અને ચાદર સારી રીતે સાફ કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી રૂમમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરમાં ખુશીનું વાતાવરણ જળવાઈ રહે છે.

દરરોજ સુગંધિત ધૂપ સળગાવો

ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મક ઉર્જા માટે સવારે મોગરા, ચંપા અથવા સુગંધિત ફૂલનો ધૂપ કરો. તેની સુગંધથી ઘરનો દરેક ખૂણો સુગંધિત થશે અને ઘરમાં સકારાત્મકતા પણ આવશે.

ઘરની સાફ સફાઇ

Ayodhya દર્શન માટે 26, 27 અને 28 જાન્યુઆરી મહત્વની, CISFએ 250 ‘Avsec પ્રશિક્ષિત’ જવાનો કરશે તૈનાત, જાણો શું છે સમગ્ર મામલો

અનંત-રાધિકાનું પ્રી-વેડિંગ કાર્ડ વાયરલ, જામનગરમાં થશે ફંક્શન, હલ્દી, મહેંદી અને સંગીતનું આયોજન, આ-આ લોકો રહેશે હાજર

ઘરમાં સુખ, સમૃદ્ધિ અને વૈભવ માટે સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. ફેંગશુઈ અનુસાર ઘરના કોઈપણ ખૂણામાં વસ્તુઓ વેરવિખેર અથવા અસ્ત વ્યસ્ત ન હોવી જોઈએ. તેથી ઘરની તમામ વસ્તુઓ વ્યવસ્થિત રાખો. તેનાથી ઘરમાં શાંતિ જળવાઈ રહેશે.


Share this Article