સરકારનો પ્લાન જાણીને તમે મોજમાં આવી જશો, તહેવારમાં મોંઘવારી ગાયબ થઈ જશે, વિશ્વાસ નહીં આવે એટલા સસ્તા ભાવે મળશે બધી વસ્તુઓ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલાં કેન્દ્ર સરકારે (Central Govt)  મોંઘવારીને કાબૂમાં લેવા માટે પૂરી તૈયારી કરી લીધી છે. આવી સ્થિતિમાં સામાન્ય જનતાએ મોંઘવારીની ચિંતા કરવાની જરૂર નથી. ગણેશ ચતુર્થી, દુર્ગાપૂજા અને દિવાળી પર ખાદ્ય પદાર્થો વ્યાજબી ભાવે મળશે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે તેની પાસે ખાંડનો પૂરતો સ્ટોક છે. આવી સ્થિતિમાં તહેવારોની સિઝનમાં ખાંડની અછત નહીં રહે. બજારમાં ખાંડનો પુરવઠો માગ પ્રમાણે ચાલુ રહેશે, જેથી ભાવ નિયંત્રણમાં રહે.

 

 

સાથે જ ફૂડ સેક્રેટરી સંજીવ ચોપરાએ તહેવારોની સિઝન પહેલા મોંઘવારીને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે મીડિયાને સંપૂર્ણ માહિતી આપી હતી. તેમણે કહ્યું છે કે, દુર્ગાપૂજા અને દિવાળી પહેલા સરકારે મોંઘવારીને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. સરકાર પાસે આગામી સાડા ત્રણ મહિના સુધી ખાંડનો પૂરતો સ્ટોક છે. આવી સ્થિતિમાં તહેવાર પર બજારમાં ખાંડની કમી નહી રહે. તેમણે જણાવ્યું હતું કે સરકારી સ્ટોકમાં હાલ ૮૫ લાખ ટન ખાંડનો જથ્થો છે. આવી સ્થિતિમાં સામાન્ય જનતાએ મોંઘવારીની ચિંતા કરવાની જરૂર નથી.

 

શેરડીના ઉત્પાદનમાં કોઈ ઘટાડો નહીં થાય

સંજીવ ચોપડાએ કહ્યું કે, જો કે, ઘઉંના ભાવ કૃત્રિમ રીતે વધી રહ્યા છે. પરંતુ ટૂંક સમયમાં જ તેના પર નિયંત્રણ પણ આવી જશે. તેમણે કહ્યું કે એવી અફવાઓ છે કે આ વર્ષે સરેરાશથી ઓછા વરસાદને કારણે શેરડીના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે. પરંતુ આ વાત સાચી નથી. તેમના મતે શેરડીના ઉત્પાદનમાં કોઇ ઘટાડો નહીં થાય.

 

ગુજરાતમાં 900 થી વધુ પ્રાથમિક શાળાઓમાં માત્ર એક શિક્ષક, રાજ્ય વિધાનસભામાં આ માહિતી આપવામાં આવી

Weather Warfare શું છે? મોરોક્કોમાં ભૂકંપના કારણે હજારો લોકોના મોત, શું આ કાવતરું હતું, અકસ્માત પહેલા વિચિત્ર પ્રકાશે ઉભા કર્યા પ્રશ્નો

મહિલા પત્રકાર ટીવી પર લાઈવ હતી, પાછળથી એક યુવક આવ્યો અને તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવા લાગ્યો, વીડિયો થયો વાયરલ

 

ચોખાના ભાવમાં 10 ટકાનો વધારો થયો છે

તેમણે કહ્યું કે અફવાઓના કારણે ચોખાના ભાવમાં 10 ટકાનો વધારો થયો છે. પરંતુ પાક સિઝન 2023-24માં ડાંગરની બમ્પર આવક થશે. આવી સ્થિતિમાં, બજારમાં નવા ચોખાની આવકને કારણે કિંમતોમાં ઘટાડો થશે. તેમણે કહ્યું કે ઘઉં પર સ્ટોક લિમિટ ઘટાડી દેવામાં આવી છે.

 

 


Share this Article