ગોધરાના ચારણની અનોખી ભક્તિ સામે આવી છે. એક ચારણ દ્વારકાધીશને રિઝવવા ઉલટા પગે પદયાત્રા કરી રહ્યા છે અને એ પણ 850 કિમી. તેઓ 850 ચાલીને જગતમંદિર પહોંચશે અને અનોખી ભક્તિનું ઉદાહરણ પુરુ પાડશે, આમ તો લોકો પોતાની રીતે અલગ-અલગ ભક્તિભાવ ભજન કરતા હોય છે. ત્યારે ગોધરાના ચારણ વાલા લાખા ગઢવીએ એક અનોખી રીતે દ્વારકાધીશન ભક્તિ કરી ભગવાનને રાજી કરવાનો પ્રયત્ન કર્યો છે.
વિગતો મળી રહી છે કે વાલાભાઈ ઉલટા પગે ગોધરાથી દ્વારકા જઈ રહ્યા છે. ગોધરા ચારણ સમાજનું ગૌરવ એવા ચારણ વાલા લાખા ગઢવીએ સમગ્ર ભારતના કલ્યાણ માટે તથા બધા જ દેશવાસીઓ માટે દ્વારકાધીશના દર્શન કરવા ઉલટા પગલે ચાલીને 625 કીમી અંતર કાપી ગોધરા તાલુકાના નરસીપૂર ગામથી અખિલ બ્રહ્માંડના માલિક જગતના નાથ એવા દ્વારકાધીશના દર્શન કરવાનું નક્કી કર્યું છે.
આ સાથે જ ગઢવી સર્વ જગતના કલ્યાણ અર્થે ઉલટા પગલે ચાલીને દ્વારકા ઉલટા પગે જઈ રહ્યો છે. જેવો એક મહિના અને એક દિવસથી સતત ઉલટા પગે ચાલીને આ યાત્રા પૂર્ણ કરે એવી આશા છે. વાલાભાઈ ગઢવી સાથે પણ આ મામલે વાત કરી હતી ત્યારે તેઓએ કહ્યુ હતુ કે, દેશના રક્ષણ માટે તેઓ દ્વારકાધીશના આદેશથી ઉલટા પગે દેશના રક્ષણ કાજે જઈ રહ્યા છે. નરસીપૂરથી નીકળ્યા બાદ ગામે ગામથી સેવકો તેમની સેવામાં મદદરૂપ થઇ રહ્યા છે. સતત ઉલટા પગે ચાલ્યા બાદ રાત્રિના સમયે થોડો વિસામો ખાધા બાદ ફરી તેઓ આ યાત્રા ચાલુ રાખે છે.
ચાલીને તેઓ દ્વારકાધીશ મંદિરે પહોંચશે. તેમની સાથે રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારમાંથી સેવકો સેવામાં અવિરત સાથ આપી રહ્યા છે. તો અન્ય એક વૃદ્ધ પણ તેમની સાથે પદયાત્રામાં જોડાયા છે. આ પદયાત્રા ઉલટા પગે ચાલીને દ્વારકા બાદ સોમનાથ પહોંચીને પૂર્ણ થશે. ત્યારે દેશના રક્ષણ કાજે દેશના આવા વૃદ્ધ ચાલીને પદયાત્રા કરી રહ્યા છે જે એક ગૌરવની બાબત છે.
અનરાધાર માવઠું, આકરી ગરમી, વટોળનો પ્રકોપ… અંબાલાલ પટેલે કરી 9 ઘાતક આગાહી, લોકો કાયદેસર ફફડી ઉઠ્યાં
વાલા લાખા ગઢવીએ ગોધરા તાલુકાના નરસીપૂર ગામથી દ્વારકાધીશના આદેશથી પોતાના ગામથી ઉલટા પગે ચાલી કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકો અને ગૌમાતાની મોત થયેલી હોવાથી ભારતના કલ્યાણ અર્થે તેઓ ઉલટા પગે આ યાત્રા શરુ કરી હતી ત્યારે પણ તેઓ ખુબ ચર્ચામાં આવ્યા હતા. એક માસથી તેઓ સતત આ ઉલટા પગે ચાલી તેઓ દ્વારકાધીશ મંદિરે પહોંચી ધ્વજા ચડાવશે અને ત્યારબાદ તેઓ ત્યાંથી સોમનાથ પહોંચશે અને યાત્રા પૂર્ણ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આ ગઢવીની સમગ્ર યાત્રા કુલ 850 કિમીની યાત્રા થશે.