60 ટકા વરસાદ તો વરસી ગયો, હવે કાલે આખા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે, 4 દિવસ મેઘો ઘમરોળશે

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat Monsoon Update News : ગુજરાત ફરી એકવાર વરસાદને લઈને આગાહી સામે આવી છે. આગાહી મુજબ રાજ્યમાં 4 દિવસ વરસાદ રહેશે. આ સાથે બે દિવસ છુટો છવાયો વરસાદ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં અતિભારે વરસાદ વરસી શકે છે, આ સાથે હવે 17 જુલાઈએ વરસાદની ગતિમાં વધારો થશે.

હવામાન વિભાગે ફરી એકવાર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. મહત્વનું છે કે, રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 60 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આ તરફ હવે આગામી 4 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરી વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં અતિભારે વરસાદ રહેશે. ભાવનગર, અમરેલી, બોટાદમાં પણ વરસાદ રહેશે. આ સાથે અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે.

 

બંગાળની ખાડીમાં બનશે ડીપ ડિપ્રેશન

હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગતરોજ વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી હતી. અંબાલાલ પટેલે કહ્યું હતું કે, આગામી 18 અને 19 જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ ડીપ ડિપ્રેશન બનશે. બંગાળની ખાડીનું ડીપ ડિપ્રેશન ગુજરાતમાં વરસાદ લાવશે. ડીપ ડિપ્રેશનના કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ આવી શકે છે.

 

14 જુલાઈએ આ વિસ્તારમાં વરસાદની સંભાવના

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગરમાં વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત ખેડા, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.

ટાટા ગ્રૂપમાં અહીં રોકાણ કર્યું હોય તો સમજો કરોડપતિ થઈ ગયાં, આવ્યા સારા સમાચાર, 1 લાખને બદલે તમને 7 કરોડ મળશે

એક એવું મંદિર કે જ્યાં પ્રસાદમાં અપાય છે ગાંજો, કારણ જાણીને પહેલી વખતમાં તો માનવામાં નહીં આવે

સીમા સચિન લવ સ્ટોરીઃ પાકિસ્તાની મહિલાઓ સીમા હૈદર વિશે શું વિચારે છે, વીડિયો વાયરલ થતાં ચારેકોર હાહાકાર

 

15 જુલાઈએ સમગ્ર રાજ્યમાં વરસાદની સંભાવના

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 15 જુલાઈએ સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. 15 જુલાઈએ અમદાવાદ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ખેડા, મહીસાગર, પંચમહાલમાં વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, ભરૂચ, ડાંગ, નર્મદા, નવસારી, તાપીમાં વરસાદ થવાની સંભાવના જણાવી છે.


Share this Article
TAGGED: ,