સુરતના તિથલ બીચ પર ગઈ કાલે રાત્રે એક ચમત્કાર જોવા મળ્યો હતો. દરિયા કિનારેથી ગણેશજીની પ્રાચીન પ્રતિમા મળી આવતા ચારેકોર કુતુહલ ચર્ચાયું હતું. આ પ્રતિમા વજન 80 કિલોનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 80 કિલોની વજન ધરાવતી ભગવાન ગણેશજીની પ્રતિમા મળી આવવાની ચર્ચા સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે.
પહેલી નજરે જોઈએ ત્યારે પ્રાચીન પ્રતિકૃતિ હોય તેવી દેખાઈ રહી છે. પથ્થરમાં કોતરેલી ગણેશજીની પ્રતિમાં દરિયામાંથી મળતા કુતુહલ સર્જાયું છે. ગણેશજીની પ્રતિમાને તિથલ ગ્રામમાં જ રાખવીની સ્થાનિકોની લાગણી જોવા મળી રહી છે. આ પ્રતિમા તણાઈને આવી કે પછી કોઈ મુકી ગયું? એ અંગે હજુ કોઈને કંઈ જ ખબર નથી. પરંતુ અડધી રાત્રે આ રીકે ગણેશજીની મુર્તિ મળી આવવી લોકો માટે એ ચમત્કારથી કંઈ ઓછું નથી.
મનોજ ભાઈ નામનાં વ્યક્તિ દરિયા પર ફરવા આવ્યા હતા. ત્યારે તેઓને આ પ્રતિમા દેખાઈ. ત્યારે તેઓએ આજુબાજુનાં મિત્ર મંડળને જાણ કરતા મિત્રો તરત જ દરિયા કિનારે આવી ગયા હતા. ત્યાર બાદ પ્રતિમાને બહાર કાઢીને જોતા ગણપતિ બાપાની પ્રતિમા હોવાનું માલુમ પડ્યું હતું.
જબ્બર હોંશિયાર નીકળ્યો હિડનબર્ગ, એક જ ચાલ અને અદાણી-અંબાણી વચ્ચેની સ્પર્ધા જ જડબેસલાક બંધ થઈ ગઈ
ઈસકો બોલતે હૈ છપ્પર ફાકડે દિયા… એક લાખ રોકનારાને મળ્યા એક કરોડથી પણ વધારે, આ સ્ટોકે માલામાલ કરી દીધા
જ્યારે આ ઘટના વિશે સ્થાનિક સાથે વાતચીત કરી ત્યારે જણાવ્યું હતું કે આ પ્રતિમા જુની પુરાણી છે. ત્યારે મળી આવેલ પ્રતિમાની બનાવટ ખૂબ જ સરસ છે. આ પ્રતિમા જે બનાવટ છે. તે હાલનાં કારીગરોથી બની પણ ન શકે. હાલમાં સરકારના અધિકારીઓ પાસે આ મુર્તિ રાખવામાં આવી છે અને તેના પર સંશોધન કરવામાં આવી રહ્યું છે.