જામનગર શહેરમાં ચર્ચાનો વિષય બનેલી ગરબા રીલ્સને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે. રીલ્સનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ‘રાસરસીયા ગરબા ક્લાસીસ’ના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસ દ્વારા ‘રાસરસીયા ગરબા ક્લાસીસ’ના સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે.
જાહેર માર્ગ પર ગરબા કરવા પડ્યા ભારે
મળતી માહિતી અનુસાર, જામનગરના બેડી બંદર રોડ કેટલાક યુવક અને યુવતીઓ રસ્તાની વચ્ચોવચ્ચ ગરબે ઘૂમ્યા હતા. જેનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો હતો. બેડી બંદર રોડ પર ભારે વાહનોની અવર જવર રહેતી હોય છે. તેવામાં રસ્તો રોકીને ગરબા ગાતા યુવકો-યુવતીઓનો વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહીની માંગ કરાઈ હતી.
વૈજ્ઞાનિકો પણ નથી ઉકેલી શક્યા આ મંદિરનું રહસ્ય, આ મંદિર 1000 વર્ષથી પાયા વગર ઊભું છે.
2025 સુધી આ 3 રાશિઓ હવામાં જ ઉડશે, એટલા પૈસા કમાશે કે ઘરમાં જગ્યા નહીં રહે, જાણો કેમ??
ગરબા ક્લાસીસના સંચાલકો સામે કાર્યવાહી
આ વીડિયો વાયરલ થતાં લોકોમાં ચર્ચા થઈ રહી હતી કે શું આ વીડિયો બાબતે જામનગર પોલીસ શું પગલા લેશે? ત્યારે હવે વાયરલ વીડિયોને લઈને જામનગર પોલીસે લાલઆંખ કરી છે. પોલીસ દ્વારા ગરબા ક્લાસીસના સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે.