વાપીની ઘટના તમારું હદય ચીરી નાખશે! મચ્છર મારવાની અગરબત્તીથી ફૂલ જેવી દીકરીનું મોત, આખો પરીવાર પણ દવાખાનામાં દાખલ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

India News : વલસાડમાં એક મોટી ઘટના બની છે. વલસાડના વાપીમાં મચ્છર મારવાના ધુમાડાથી ગુંગળાઈ જતાં એક બાળકીનું કરૂણ મોત થયું છે. ઘરના 4 સભ્યો ગુંગળાઈને બેભાન થઈ જતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વાપીના સુલપડમાં એક દુખદ ઘટના બની છે. મચ્છરો રાતની ઊંઘ હરામ કરી નાંખતા હોય છે. ત્યારે પરિવારના સભ્યો રાત્રે આરામથી ઊંઘવા માગતા હતા. પરંતુ બીજી તરફ, મચ્છરોનો ત્રાસ હતો. પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોવાથી તેઓએ મચ્છર મારવા માટે ધુમાડો કર્યો હતો. જેમાં ઘરમાં સૂઈ રહેલો પરિવાર મચ્છર મારવાના ધુમાડાથી ગુંગળાઈ ગયો હતો અને બેભાન થઈ ગયો. પરંતુ દુર્ભાગ્યવશ પાંચ સભ્યોમાંથી એક બાળકીનું મોત થયું છે.

મચ્છર મારવાના ધુમાડો કરી સૂતેલા પરિવાર ગૂંગળામણથી બેહોશ થઈ ગયો હતો. પરંતુ એક બાળકીનું સારવાર દરમિયાન કરૂણ મોત થયું હતું. બાકીના 4 સભ્યો હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનામાં વાપી ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે.

પહેલા અદાણી અને હવે શરદ પવાર અમદાવાદમાં અદાણીના બંગલે જઈને બંધ બારણે મિટિંગ કરી આવ્યાં, બંને નક્કી કઈક ધડાકો કરશે

 

એક જ નામની ત્રણ ફિલ્મો બનાવી પ્રોડ્યુસરે કરોડો રૂપિયા છાપ્યા,હીરો પાસે પણ સાત પેઢી સુધી ખૂટે નહીં તેટલા પૈસા છે,જાણો શું છે ફિલ્મનું નામ!!

 

તમારા ઘરમાં રહેલ આ વસ્તુઓ અત્યારે જ ફેંકી દો, પૈસા તો ઠીક તમારી આર્થિક સ્થિતિને પણ ધનોતપનોત કરી નાખશે, જાણો શું કહે છે વાસ્તુ!!

ઉલ્લેખનીય છે કે, ભારતમાં શ્વાસની બીમારીઓ હવે ઉત્તરોતર વધી રહી છે, જેના માટે મુખ્યત્વે પ્રદુષણ જવાબદાર છે. વાયુ પ્રદુષણ ઉપરાંત એક સંશોધન અનુસાર ભારતમાં મચ્છર ભગાડવા વપરાતી અગરબત્તી ઓરડામાં સળગાવવાથી તેના ધુમાડાને શ્વાસમાં લેવાથી પણ ગંભીર શ્વાસના રોગો થવાની શક્યતા રહેલી છે.


Share this Article