Gold Price: સોના-ચાંદીના ભાવમાં જોવા મળેલી તેજી પર બ્રેક લાગી છે. 16 જાન્યુઆરી, 2024 એટલે કે આજે વિવિધ ભારતના વિવિધ શહેરોમાં સોનાના ભાવમાં વધઘટ જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે હાલ રોકાણકારોની નજર મીડલ ઈસ્ટમાં તણાવ અને US FEDના વ્યાજદરો પર નિર્ણય પર ટકી છે. કારણ કે વ્યાજ દરમાં મોટો ફેરફાર એમ રોકાણકારોને નુકસાનીમાં ડૂબાડી શકે છે.
સોના અને ચાંદીના લેટસ્ટ ભાવ પર ફેરવો એક નજર….
અમદાવાદમાં સોના ચાંદીના ભાવની વાત કરીએ તો, સાનાના ભાવ 22 કેરેટના 58,200 ચાલી રહ્યા છે. જ્યારે 24 કેરેટના ભાવ 63,490 નોંધાયા છે. ભારતીય બજારોમાં 24-કેરેટ સોનાની 10 ગ્રામની સરેરાશ કિંમત રૂ. 63,440 હતી, જ્યારે 22-કેરેટ સોનાની સમકક્ષ જથ્થા રૂ. 58,150માં ઉપલબ્ધ હતી. તે જ સમયે, ચાંદીના બજારમાં સતત વધારો જોવા મળ્યો હતો, જે રૂ. 76,500 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો હતો.
જાણો વાયદા બજારમાં સોનાનો ભાવ
ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદી ગગડ્યા છે. MCX પર સોનાનો ભાવ લગભગ 100 રૂપિયા તૂટ્યો છે અને 10 ગ્રામ સોનાનો ભાવ 62467 રૂપિયા પર પહોંચ્યો છે. જ્યારે ચાંદીનો ભાવ 150 રૂપિયા તૂટીને પ્રતિ કિલો 72488 રૂપિયા પર પહોંચ્યો છે.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 46 રૂપિયા તૂટીને 62661 પર જોવા મળ્યો છે. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 41 રૂપિયા ગગડીને 57398 રૂપિયાની સપાટીએ છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી પ્રતિ કિલો 426 રૂપિયા તૂટીને 71714 રૂપિયાના સ્તરે છે.
સોનાના ભાવ રૂ. 70,000 એ પહોંચશે
ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલે તાજેતરમાં જણાવ્યું હતું કે, પ્રવર્તમાન વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ અને ભૌગોલિક રાજકીય તણાવ આ વર્ષે સોનાના ભાવ રૂ. 70,000 પ્રતિ 10 ગ્રામની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચે તેવી અપેક્ષા છે. આ વિકાસ સોનાને સુરક્ષિત રોકાણ અને ફુગાવા સામે અસરકારક બચાવ તરીકે સ્થાન આપે છે.
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
જાણો ગુજરાતીઓનો શું સંબંધ છે આ મંદિર સાથે, જેની આજે પહેલીવાર મુલાકાત કરશે PM મોદી
22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે.