છેલ્લા કેટલાક દિવસોથી સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઉતાર-ચઢાવ ચાલુ છે. જો તમે પણ સોનું કે સોનાના દાગીના ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા અને ઉપયોગી સમાચાર છે. ફરી એકવાર સોનું 52000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 59000 રૂપિયા પ્રતિ કિલોથી નીચે વેચાઈ રહ્યું છે. આ સાથે સોનું તેની ઓલ ટાઈમ હાઈથી લગભગ 4400 રૂપિયા અને ચાંદી 22000 રૂપિયાથી વધુ સસ્તી થઈ રહી છે.
નોંધનીય છે કે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઇટ રજાના દિવસોમાં બંધ રહે છે. આવી સ્થિતિમાં શનિવાર અને રવિવારે બંધ રહેવાને કારણે હવે બજાર સીધું સોમવારે ખુલશે. રાષ્ટ્રીય રજાઓ સાથે ઈન્ડિયન બુલ એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) શનિવાર અને રવિવારે સોના અને ચાંદીના દરો જાહેર કરતું નથી.
શુક્રવારે સોનું 928 રૂપિયા પ્રતિ દસ ગ્રામ મોંઘુ થયું અને 51791 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. બીજી તરફ છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે ગુરુવારે સોનું 296 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું અને 50863 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. ચાંદીની વાત કરીએ તો તે 1030 રૂપિયા સસ્તી થઈને 58803 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ. તેમજ ગુરુવારે ચાંદી 1050 રૂપિયા સસ્તુ થઈને 58803 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થયુ.
હવે આ રીતે શુક્રવારે 24 કેરેટ સોનું રૂ.928 વધી રૂ.51791, 23 કેરેટ સોનું રૂ.925 વધી રૂ.51584, 22 કેરેટ સોનું રૂ.850 વધી રૂ.47441 મોંઘુ થયું હતું. 18 કેરેટ સોનું રૂ.696 વધીને રૂ.38843 અને 14 કેરેટ સોનું રૂ.538 વધીને રૂ.30298 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. છેલ્લા 128 દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટને કારણે ભારત સહિત વિશ્વભરના બુલિયન માર્કેટમાં અસ્થિરતાનો માહોલ છે.
આવી સ્થિતિમાં સોના-ચાંદીના ભાવમાં વિશ્વભરમાં હલચલ જોવા મળી રહી છે. હવે જો તમે ઘરે બેઠા 22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના રિટેલ રેટ જાણવા માગો છો, તો તેના માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ આપી શકો છો. ટૂંક સમયમાં તમને વર્તમાન દરો SMS દ્વારા મળશે. આ સાથે તમે વારંવાર અપડેટ્સ વિશે માહિતી માટે www.ibja.co અથવા ibjarates.com પર પણ જઈ શકો છો.