પૃથ્વીની શરૂઆતથી સોનું અસ્તિત્વમાં ન હતું. લગભગ 4 અબજ વર્ષ પહેલાં પૃથ્વી પર પડેલા ઉલ્કાઓ તેમની સાથે સોનું લઈને આવ્યા હતા. આપણા સમગ્ર ગ્રહ પર જેટલા સોનાના જથ્થા છે તેનાથી પૃથ્વીની સમગ્ર સપાટી 12 ફૂટ સુધી ભરી શકાય છે. વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે આજે વિશ્વ જે સોનું વાપરે છે તેમાંથી 75% 1910 પછી કાઢવામાં આવ્યું હતું. મતલબ કે હજુ ઘણું સોનું શોધવાનું બાકી છે.
ભારતમાં સોનાને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. એક સમયે, ભારતીયો વિશ્વમાં સૌથી વધુ સોનું ખરીદતા હતા. આજની તારીખમાં ચીન પ્રથમ ક્રમે છે અને ભારત બીજા નંબર પર છે. શુદ્ધ સોનું એટલું નરમ હોય છે કે તમે તેને તમારા હાથથી કણકની જેમ ભેળવી શકો છો. પ્રાચીન ભારતના લોકો માનતા હતા કે સોનાની ચમક સૂર્યમાંથી આવે છે. તે પ્રકાશ અને અગ્નિનું પ્રતીક છે.
મેસોપોટેમિયા હોય કે ઇજિપ્ત હોય કે સિંધુ ખીણ હોય, દરેક સભ્યતા સાથે સોનું જોડાયેલું છે. સોનાનો ઉપયોગ પ્રાચીન સમયથી શરૂ થયો હતો. ગ્રીક માન્યતા અનુસાર, પ્રથમ વીંટી દેવતા ઝિયસ માટે બનાવવામાં આવી હતી. પ્રાચીન ઇજિપ્તના રાજા તુતનખામેનની કબરમાંથી લગભગ 9 ટન સોનું મળી આવ્યું હતું.
ભારતના આ રાજ્યો પર મોટી આફત, આંધી તોફાન સાથે કરાનો વરસાદ થશે, નવી ઘાતક આગાહી જાણી ખેડૂતોની ઉંઘ હરામ
કોરોના બાદ ભારતના લોકોમાં ધડાધડ આ 8 બિમારી આવવા લાગી, એકથી એક ખતરનાક, તમને તો નથી થઈ ને?
જ્વેલરી ઉપરાંત, તેમાં માસ્ક, મુગટ અને મૂર્તિઓ વગેરેનો સમાવેશ થાય છે. એક સમય હતો જ્યારે લોકો પર ઉકળતું સોનું રેડીને સજા કરવામાં આવતી હતી. રોમન સામ્રાજ્યમાં, લોકોને તેમના ગળામાં પીગળેલું સોનું રેડીને મોતને ઘાટ ઉતારવામાં આવતા હતા.