Gold Price Today: જો તમે સોનું કે ચાંદી ખરીદવા માંગો છો તો તમારા માટે સારા સમાચાર છે. હકીકતમાં, વૈશ્વિક બજારોમાં નબળાઈના વલણ વચ્ચે બુધવારે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 10 ગ્રામ સોનું સસ્તુ થઈને 57,070 રૂપિયામાં મળી રહ્યું છે. એક કિલો ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે અને હવે તે 66,535 રૂપિયામાં વેચાઈ રહી છે. HDFC સિક્યોરિટીઝે આ માહિતી આપી છે. દિલ્હી બુલિયન માર્કેટમાં બુધવારે સોનું 310 રૂપિયાના ઘટાડા સાથે 57,070 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 57,380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.
આજે ચાંદી કેટલી પહોંચી છે?
એ જ રીતે ચાંદીનો ભાવ પણ રૂ. 90 ઘટીને રૂ. 66,535 પ્રતિ કિલો બંધ રહ્યો હતો. HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, “દિલ્હીમાં હાજર સોનાના ભાવ રૂ. 310 ઘટીને રૂ. 57,070 પ્રતિ 10 ગ્રામ થયા હતા.”
વિદેશી બજારોમાં સોનામાં ઘટાડો
વિદેશી બજારોમાં સોનું ઘટીને 1,891 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદીનો ભાવ 21.61 ડોલર પ્રતિ ઔંસ પર યથાવત રહ્યો હતો.
મિસ્ડ કોલ દ્વારા સોનાનો દર જાણવો ખૂબ જ સરળ
નોંધનીય છે કે આ દરો તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે નવીનતમ દરો જાણી શકો છો.
આ વળી નવું આવ્યું, જાણો શું છે વીકેન્ડ મેરેજ, જેમાં લગ્ન થઈ જાય પણ તમે કુંવારા રહી શકો છો
કોણ છે એ અભિનેત્રી જેની સાથે પ્રેમમાં પાગલ છે KGF એક્ટર યશ, હોટ તસવીરો જોઈ આંખ મટકું નહીં મારે
ફેબ્રુઆરીમાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ 24 ટકા વધી
નોંધપાત્ર રીતે, ચીન અને મધ્ય પૂર્વના બજારોમાં માંગમાં સુધારાને કારણે ફેબ્રુઆરી 2023માં ભારતની જેમ્સ અને જ્વેલરીની નિકાસ 24 ટકા વધીને રૂ. 28,832.86 કરોડ થઈ છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફેબ્રુઆરી 2022 દરમિયાન જેમ્સ અને જ્વેલરીની કુલ નિકાસ રૂ. 23,326.80 કરોડ હતી. ફેબ્રુઆરી 2023માં કટ અને પોલિશ્ડ ડાયમંડ (CPD)ની કુલ નિકાસ 32 ટકા વધીને રૂ. 19,582.38 કરોડ થઈ હતી. એક વર્ષ અગાઉના સમાન ગાળામાં આ આંકડો રૂ. 14,841.90 કરોડ હતો.