LPG Price Cut:નવા વર્ષના પહેલા દિવસે લોકો માટે સારા સમાચાર આવ્યા છે. કોમર્શિયલ એલપીજીના ભાવમાં ઘટાડો થયો છે. કોમર્શિયલ એલપીજીના ભાવમાં રૂ. 1.50 થી રૂ. 4.50નો ઘટાડો કરવામાં આવ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કર્યો છે. જોકે, ઘરેલુ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ પહેલા 22 ડિસેમ્બર 2023ના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો.
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિને ગેસના ભાવમાં સુધારો કરે છે. 1 જાન્યુઆરી, 2024 ના રોજ પણ ખૂબ જ નજીવો પરંતુ ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દિલ્હીમાં કોમર્શિયલ એલપીજીની કિંમતમાં 1.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. કિંમતમાં ઘટાડા બાદ રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ એલપીજીની કિંમત 1755.50 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ તે દિલ્હીમાં 1757 રૂપિયામાં ઉપલબ્ધ હતું.
Ayodhya: PM મોદી અચાનક એક ગરીબ પરિવારના ઘરે પહોંચ્યા, જાણો કોણ છે આ મહિલા?
અન્ય સ્થળોની શું સ્થિતિ છે?
કોલકાતામાં કોમર્શિયલ એલપીજીના ભાવમાં 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. અહીં તેની કિંમત 1869 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત 1710 રૂપિયાથી વધીને 1708.50 રૂપિયા થઈ ગઈ છે. તે જ સમયે, ચેન્નાઈમાં એલપીજીની કિંમત 1929 રૂપિયાથી ઘટીને 1924.50 રૂપિયા થઈ ગઈ છે.