સરકારે ઓઈલ કંપનીઓને આપી દીધી મોટી રાહત, ટેક્સમાં આટલો ઘટાડો કર્યો, હવે પેટ્રોલ ડીઝલ સસ્તું થશે જ!

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Business News : સરકારે (government) દેશની મોટી ઓઇલ કંપનીઓને (Oil Company) મોટી રાહત આપી છે જે અન્ય દેશોમાં પણ નિકાસ કરે છે. સરકારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓ પર વિન્ડફોલ ટેક્સ (Windfall tax) ઘટાડ્યો છે. નવા દરો આજથી એટલે કે બુધવારથી લાગુ થશે. જ્યારે કોઈ કંપની વધુ નફો કમાવવાનું શરૂ કરે છે ત્યારે વિન્ડફોલ ટેક્સ વસૂલવામાં આવે છે. તેની શરૂઆત ગયા વર્ષે સરકાર દ્વારા કરવામાં આવી હતી. જ્યારે કંપનીઓને નિકાસમાંથી વધુ નફો મળવાનું શરૂ થયું, ત્યારે સરકારે નફા પર કર લગાવવાનું શરૂ કર્યું. તમને એ પણ જણાવી દઈએ કે સરકાર તરફથી ઓઈલ કંપનીઓને કેટલી રાહત આપવામાં આવી છે.

 

 

ડીઝલ એક્સપોર્ટમાં રાહત

સરકારે મંગળવારે ઘરેલુ ઉત્પાદિત ક્રૂડ ઓઇલ પરની વિશેષ વધારાની એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને ટન દીઠ 9,050 રૂપિયા કરી દીધી છે. આ પહેલા 29 સપ્ટેમ્બરે દેશમાં ઉત્પાદિત કાચા તેલ પર વિન્ડફોલ ટેક્સ 12,200 રૂપિયા પ્રતિ ટન નક્કી કરવામાં આવ્યો હતો. વળી, ડીઝલ એક્સપોર્ટ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યૂટી (એસએઈડી)ને ઘટાડીને 4 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવી છે. જે પહેલા પાંચ રૂપિયા પ્રતિ લીટર હતી. આ જ રીતે એર ટર્બાઇન ફ્યુઅલ પર ડ્યૂટી 2.5 રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડીને 1 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવી છે. પેટ્રોલ પર વિશેષ વધારાની એક્સાઇઝ ડ્યુટી પહેલાની જેમ શૂન્ય રહેશે.

 

 

નવરાત્રિમાં કાળા તલનો આ ચોક્કસ ઉપાય ભૂલ્યા વગર કરી નાખો, ગ્રહ દોષ દૂર થશે, ચારેય દિશામાં પ્રગતિ થશે

નવરાત્રિમાં અવશ્ય વાંચો રામ રક્ષા સ્ત્રોત, ભગવાન રામ પણ આશીર્વાદ વરસાવશે, મોટામાં મોટી સમસ્યાનો આવશે અંત

કેદારનાથથી જમ્મુ-કાશ્મીર સુધી હિમવર્ષા, ખૂબ જ સુંદર નજારો દિલ ખુશ કરશે, જુઓ તસવીરો

 

આ સિસ્ટમ ગયા વર્ષે શરૂ થઈ હતી.

આ પેટ્રોલિયમ પેદાશો પર પહેલી વાર 1 જુલાઈ 2022ના રોજ વિન્ડફોલ ટેક્સ લાદવામાં આવ્યો હતો. તે સમયે સ્થાનિક કાચા તેલના વેચાણ પર આ ટેક્સ 23,250 રૂપિયા પ્રતિ ટન હતો. જે હાલ લગભગ અડધો છે. ગયા વર્ષથી દર ૧૫ દિવસે તેની સમીક્ષા કરવામાં આવી છે. આ ટેક્સની સમીક્ષા કાચા તેલની કિંમતોના આધાર પર કરવામાં આવે છે. હાલ કાચા તેલની કિંમત 90 ડોલર પ્રતિ બેરલ છે. જ્યારથી સસ્તું રશિયન તેલ ભારતમાં આવી રહ્યું છે, ત્યારથી ભારત કાચા તેલને રિફાઇનિંગ કરી રહ્યું છે અને અન્ય દેશોમાં પણ મોકલી રહ્યું છે.

 

 

 


Share this Article