હવે બોગસ પત્રકારોની શાન ઠેકાણે આવશે ! સરકારે એક ઝાટકે 8 યુ-ટ્યુબ ચેનલો બંધ કરાવી, કારણ જાણીને ઝાટકો લાગશે

Lok Patrika
By Lok Patrika
Share this Article

સરકારે ગઈકાલે મોટી કાર્યવાહી કરતા આઠ યુટયુબ ચેનલો બંધ કરી દીધી છે. સરકારે ગઈકાલે કહ્યું કે તેણે લોકસભાની ચૂંટણી અને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન પર પ્રતિબંધ જેવા ખોટા સમાચાર ફેલાવવા પર આઠ ચેનલોને પર આ કાર્યવાહી કરવામાં આવી છે.

સરકાર સોશિયલ મીડિયા પર થઈ રહેલી ગતિવિધિઓ પર સતત નજર રાખી રહી છે તેમા પણ ખોટા સમાચારને લઈને સરકારે ખુબ જ કડક વલણ અપનાવ્યું છે જેમાં ભ્રામક માહિતી અને ફેક ન્યુઝ ચલાવતી ૮ યુટયુબ ચેનલો પર કડક પગલા લેતા બંધ કરી દીધી છે.

કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રાલયે ગઈકાલે કહ્યું હતું કે કોઈપણ તથ્યો વિના અને સમય પહેલા જ લોકસભા ચૂંટણીની જાહેરાત કરવાનું તેમજ વોટિંગ મશીનો સંબંધિત ખોટા સમાચાર ફેલાવતી આઠ ચેનલો પર કાર્યવાહી કરવામાં આવી હતી.

માહિતી અને પ્રસારણ મંત્રાલયના જણાવ્યા અનુસાર જેના પર કાર્યવાહી કરવામાં આવી છે તે યુટયુબ ચેનલો ભારતીય સેના, રાષ્ટ્રપતિ-વડાપ્રધાન તેમજ સરકારી યોજનાઓ વિશે ખોટી માહિતી ફેલાવી રહી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે આ યુટયુબ ચેનલો પાસે મિલિયન સબસ્ક્રાઈબર્સ હતા. આ યુટયુબ ચેનલોના વીડિયોની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન આ ચેનલોમાં ઘણી ખામીઓ જોવા મળી હતી. અધિકારીઓએ જણાવ્યું કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ આ ચેનલો પરના ફેક ન્યૂઝની હકીકત તપાસી છે.

વરસાદને લઈ હવામાન વિભાગ અને અંબાલાલની અલગ-અલગ આગાહી, શું કહેવું ગુજરાતમાં મેઘરાજા ખાબકશે કે કેમ?

એન્જિન ફેલ થશે અને કંઈ કામ નહીં કરે છતાં ચંદ્રયાન-3નું લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે જ કરશે

આ રાશિવાળા લોકોને માત્ર 8 દિવસમાં મળશે બમ્પર પૈસા, રાજભંગ રાજયોગ બખ્ખાં જ બખ્ખાં કરાવી દેશે!

અધિકારીઓએ જણાવ્યું કે જે ચેનલો પર કાર્યવાહી કરવામાં આવી છે તેના ૨ કરોડથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. સરકારે આ અગાઉ પણ ભ્રામક અને ખોટા સમાચાર ફેલાવતી ઘણી યુટયુબ ચેનલોને બ્લોક કરી છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly