Padma Award: કેન્દ્ર સરકારે આ વર્ષે દેશમાં વિવિધ ક્ષેત્રના પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ અને 110ને પદ્મશ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 6 ગુજરાતીઓના પણ નામ સામેલ છે.
પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારો આપવાને લઈ નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર વ્યક્તિઓના નામ સામેલ છે. આ વર્ષે પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ અને 110ને પદ્મશ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે. કુલ 132 હસ્તીઓને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
આ વર્ષે 110 હસ્તીઓને પદ્મશ્રી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પાર્વતી બરુઆ, જાગેશ્વર યાદવ, ચાર્મી મૂર્મુ, સોમન્ના, સર્વેશ્વર, સંગથામ સહિતના નામો સામેલ છે. અત્રે જણાવીએ કે, આ વર્ષે પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ અને 110ને પદ્મશ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 6 ગુજરાતીઓના પણ નામ સામેલ છે.
આ સાથે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને અભિનેતા ચિરંજીવીને પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. અભિનેતા મિથુન ચક્રવર્તીને પદ્મ ભૂષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા પાંચ વ્યક્તિઓને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ઉપરાંત ફિલ્મ અભિનેત્રી વૈજયંતિમાલા, પદ્મા સુબ્રમણ્યમ, ચિરંજીવી અને બિંદેશ્વર પાઠકને મરણોત્તર પણ આપવાની જાહેરાત કરાઈ છે.
આ 6 ગુજરાતીને મળશે પદ્મ પુરસ્કાર
- તેજસ મધુસુદન પટેલ, મેડિસિન ગુજરાત (પદ્મ ભૂષણ)
- રઘુવીર ચૌધરી, સાહિત્ય અને શિક્ષણ (પદ્મ શ્રી)
- યઝદી માણેકશા ઇટાલિયા મેડિસિન (પદ્મ શ્રી)
- હરીશ નાયક (મરણોત્તર) સાહિત્ય અને શિક્ષણ (પદ્મ શ્રી)
- દયાળ માવજીભાઈ પરમાર,મેડિસિન (પદ્મ શ્રી)
- જગદીશ લાભશંકર ત્રિવેદી, આર્ટ (પદ્મ શ્રી)