IMDનું વાવઝોડાને લઈ મોટું નિવેદન, ગુજરાતમાં થઈ શકે છે ગંભીર અસર, અત્યારસુધીમાં 21 હજાર લોકોનું કરાયું રેસ્ક્યું

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

બિપરજોય વાવાઝોડાની ચર્ચા હાલમાં સમગ્ર દેશમાં થઈ રહી છે. ખાસ કરીને ગુજરાતમાં આ વાવાઝોડા માટે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યારસુધીમાં 21 હજાર લોકોનું રેસ્ક્યુ અને સ્થળાંતરણ કરાવી દેવામાં આવ્યું છે.IMD અનુસાર બિપરજોયનાં કારણે રાજ્યમાં વરસાદની તીવ્રતા વધી શકે છે અને ગુજરાતમાં ભારે નુક્સાન પણ પહોંચી શકે છે. પરંતુ હવે સવાલ એ છે કે બિપરજોય જેવા વાવાઝોડા આવે છે શા માટે?

biporjoy

ભયંકર વાવાઝોડા શા માટે આવે છે?

અત્યંત ગંભીર વાવાઝોડા બિપરજોય આવવાનું કારણ છે અરબ સાગરના વાતાવરણમાં ક્રમિક પરંતુ અનિચ્છનિય પરિવર્તન. ઉત્તર હિંદ મહાસાગરમાં બંગાળની ખાડીની તુલનામાં આ હંમેશા ઠંડુ રહ્યું છે. ગતવર્ષે પ્રકાશિત એલ્સેવિયર અર્થ સાયન્સ રિવ્યુઝ અનુસાર અરબ સાગરની ઉપરની સપાટીનાં તાપમાનમાં ચાર દશક પહેલાની તુલનામાં હાલનાં દશકાઓમાં 1.2થી 1.4 ડિગ્રી સેલ્સિયસની વૃદ્ધિ થઈ છે. પરિણામે વારંવાર ચક્રવાત આવે છે અને જે લાંબા સમય સુધી ચાલે છે.

આ પણ વાંચો

વાવાઝોડાથી અમારા જીવને પણ ખતરો છે, દરિયાકાંઠે રહીએ છીએ, અમારી ખબર પૂછવા પણ કોઈ નથી આવ્યું

જૂનમાં જ કચ્છમાં તબાહી મચાવનાર વાવાઝોડાના ઘા તાજા થયા, 10 હજાર લોકોના મોત, જ્યાં જુઓ ત્યાં લાશોના ઢગલા

ગુજરાતમાં વાવાઝોડાની એન્ટ્રી અંગે અંબાલાલ પટેલની સૌથી ઘાતક આગાહી, કહ્યું- જરાય હળવાશમાં ન લેતા, નહીંતર…

ચક્રવાતોની સંખ્યામાં થયો વધારો

એક રિપોર્ટ અનુસાર 1982થી 2019 દરમિયાન અરબ સાગરની ઉપર દેખાયેલા વાવાઝોડાની તોફાનોની તીવ્રતા, આવર્તન અને અવધિમાં નોંધપાત્ર વધારો છે. અરબ સાગરમાં 2011-2019 દરમિયાન CSનાં આવર્તનમાં 52% વૃદ્ધિ નોંધાઈ છે જ્યારે બંગાળની ખાડીમાં 8% જેટલો ઘટાડો નોંધાયો છે. આ સિવાય બે દશકાઓથી 2021 સુધીમાં અરબસાગરમાં આવેલા કુલ વાવાઝોડામાં 80% વધારો થયો છે. જેમાં અતિ ગંભીર વાવાઝોડાની સંખ્યા 60% વધી ગઈ છે.


Share this Article
TAGGED: , ,