Gujarat News: આજે જ એક સારા સમાચાર સામે આવ્યા હતા કે ગુજરાતના એસ.ટી નિગમના કર્મચારીઓ મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ એસ.ટી નિગમના કર્મચારીઓને બાકી રહેલા એરિયર્સ 3 હપ્તેથી ચૂકવાશે. જેમાં દિવાળી પહેલા એરિયર્સનો પ્રથમ હપ્તો ચૂકવાશે. ત્યારે હવે બીજા રાહતના સમાચાર સામે આવી રહ્યાં છે કે રાજય સરકારે વર્ગ-૪ ના કર્મચારીઓને રૂા.૭૦૦૦ ની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે
રાજ્ય સરકારની જાહેરાતનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્ટ ઇન એઇડ (માન્યતાવાળા કર્મચારીઓ) તથા બોર્ડ નિગમના વર્ગ-૪ ના અદાજે ૨૧,૦૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે. આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્યાને લઇને વર્ગ-૪ ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.