જૂનાગઢમાં વરસાદે શનિવારે ભૂક્કા બોલાવી નાંખ્યા છે. ત્યારે અંદાજે શહેરમાં 12 ઇંચથી વધુ વરસાદ થયો હતો. જ્યારે ભવનાથ તળેટીમાં આવેલા ગિરનાર પર 15 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ ભયાનક આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે, આગામી 36 કલાકમાં સમગ્ર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ, જામનગર, પોરબંદર, દ્વારકા જિલ્લામાં આગામી 36 કલાકમાં જૂનાગઢ જેવી સ્થિતિ થશે.’
આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતુ કે, ‘જે રીતે ટીવી-સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જૂનાગઢની હાલત જોઈ છે. તેવી જ પરિસ્થિતિ સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં પેદા થાય તેવી સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના આસપાસના જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયેલો રહેશે.’ શનિવારે મેઘરાજાએ જૂનાગઢની હાલત બગાડી નાંખી હતી.
સોના ચાંદીના ભાવમાં ઘટાડો, સસ્તા થતાં જ લોકોમાં ખુશીનો માહોલ, જાણો હવે એક તોલાના કેટલા હજાર આપવાના
ખરેખર તો 200 રૂપિયે કિલો ટામેટા એ ઘણા સસ્તા કહેવાય, જાણો શું કહે છે સરકારી આંકડા? તમારું મગજ ફરી જશે
180 દિવસ, 146 બાળકો, આ સરકારી હોસ્પિટલ કેમ બની રહી છે માસૂમોનું મોતનો કાળ? જાણો અજીબ કારણ
જૂનાગઢની કાળવા અને સોનરેખ નદીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થતા શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. અતિભારે વરસાદ બાદ શહેરમાં પાણી ઓસરતા તારાજીના ભયાનક દૃશ્યો સામે આવ્યા હતા. જેમાં જોઈ શકાય છે કે, મોટા પ્રમાણમાં ફોર વ્હિલર્સને નુકસાન થયું હતું.