Gujarat News: ગુજરાત પોલીસની સાતમ આઠમ સુધરી ગઈ છે. કારણ કે સરકાર દ્વારા મોજ આવી જાય એવા ફાયદાકારક નિર્ણય લેવામાં આવ્યા છે. હવે ગુજરાત પોલીસના અનેક પ્રશ્નો એકસાથે સોલ્વ થઈ ગયા અને પોલીસ જવાનોના પરિવાર માટે પણ ઘણી રાહત આપે એવા આ સમાચાર છે. કારણ કે ગુજરાત પોલીસ અને એસબીઆઈ વચ્ચે મહત્વપૂર્ણ MOU કરવામાં આવ્યા છે. જેના કારણે પોલીસના જવાનોની સેલેરી અકાઉન્ટ સાથે પોલીસ જવાનોને વિશેષ લાભો અપાશે.
આ લાભો વિશે વિગતે વાત કરીએ તો સૌથી પહેલા તો પોલીસ જવાનોને રૂપિયા 1 કરોડનો અકસ્માત વિમો મળશે. જેના ફળસ્વરૂપે સેલેરી અકાઉન્ટ સાથે પોલીસ જવાનોને વિશેષ લાભો પણ આપવામાં આવશે. જેમાં સંપૂર્ણ અને આંશિક વિકલાંગતામાં રૂ.80 લાખથી 1 કરોડનો વીમો અપાશે. વધુમાં એર એમ્બ્યુલન્સ, દવાઓ જેવી બાબતોમાં પણ પોલીસ જવાનોને લાભ મળે તેવો સાનુકૂળ નિર્ણય કરવામા આવ્યો છે.
તો વળી મોટી વાત એ પણ છે કે ચાલુ નોકરી દરમિયાન અકસ્માતને લઈને ભૂતકાળમાં રાજ્યમાં ઘણા પોલીસ કર્મચારીઓના નિધન થયા હતા. બાદમાં સામાન્ય પગાર ધરાવતા પોલીસ કર્મચારીના મૃત્યુ બાદ પરિવાર નોંધારો બને છે અને તેમના ભરણપોષણના પ્રશ્નો ઉભા થતા હોય છે.
ઘરમાં કૂતરો રાખવાથી પણ બની શકો છો ધનવાન, આ 3 ગ્રહોની અપરંપાર કૃપા વરસે; બસ આ વાતોનું ધ્યાન રાખજો
પીપળાના ઝાડના આ ખાસ ઉપાયોથી ઘરમાં થશે પૈસાનો વરસાદ, તમારું સૌથી મોટું સપનું પૂરુ કરવાનો મોકો
ત્યારે સરકાર દ્વારા મહત્વનો નિણર્ય કરાયો છે અને હવે આવા પરિવારો માટે એક મોટો ટેકો અને રાહત રહેશે. ત્યારે પોલીસ પરિવારમાં અને પોલીસ બેડામાં આ સમાચારને લઈ ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.