Gujarat Rain Forecast : જૂન-જુલાઇ મહિનામાં બારેમેઘ ખાંગા થયા બાદ ઓગસ્ટ મહિનામાં વરસાદ(rain) ખેંચાઇ ગયો છે. છેલ્લા 15 દિવસથી સારો વરસાદ ન થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતો સામે પિયતનો પ્રશ્ન ઊભો થયો છે. આવામાં સૌ કોઇ વરસાદ તરફ મીટ માંડીને બેઠા છે. રોજ વાદળછાયું વાતાવરણ સર્જાય છે, પરંતુ અમુક ભાગોમાં ઝાપટાથી જ સંતોષ માનવો પડે છે, આવામાં ખેડૂત સહિતના લોકો માટે આગામી સમયમાં વરસાદ કેવો રહેશે? તેની આગાહી મહત્વની છે. વરસાદને લઇને હવામાન વિભાગની (Meteorological Department) આગાહી પણ ‘કોરી-કોરી’ જ છે. બીજી બાજુ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું (Ambalal Patel) કહેવું છે કે, વરસાદ ગયો નથી. ધીરજ રાખો ઓગસ્ટના અંતમાં સારો વરસાદ થવાની સંભાવના છે.
વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી પણ નિરાશ કરનારી છે. આગામી પાંચ દિવસમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની ગેરહાજરી જ વર્તાવવાની છે. અમુક જ ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. ગઇકાલે બપોરે હવામાન વિભાગે કહ્યું હતું કે, 24 કલાક પછીની વરસાદમાં ભારે ઘટાડો જોવા મળશે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગામી 5 દિવસમાં વરસાદ કેવો રહેશે, તે અંગે જણાવ્યું છે. તેમણે કહ્યું કે, આગામી 24 કલાક બાદ વરસાદમાં ભારે ઘટાડો જોવા મળી શકે છે. જેમાં વરસાદ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર સુધી જ સિમિત રહેવાની સંભાવના છે. આ ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. ત્રીજા, ચોથા અને પાંચ દિવસે પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં જ હળવો વરસાદ થવાની સંભાવના છે.
કોઇપણ પ્રકારની ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી નથી. આગામી 17, 18 અને 19મી ઓગસ્ટે ગુજરાતમાં વરસાદની આગાહીની વાત કરવામાં આવે તો, દક્ષિણ ગુજરાતમાં અમુક જગ્યાએ જેમ કે, ડાંગ, નવસારી, વસલાડ અને દમણમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ઉપરના લેવલમાં ભેજ ન હોવાથી વરસાદને બ્રેક લાગી છે, પરંતુ 16થી 18 ઓગસ્ટમાં હવામાન પલટાઇ જશે. 20 ઓગસ્ટ બાદ ચોમાસાની ધરી નીચે આવવાની શક્યતા છે. ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. તેમજ 20થી 23 ઓગસ્ટના ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે. 24થી 26 દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા. 27થી 31 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થશે. 20 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરુઆતમાં સારો વરસાદ થવાનું અનુમાન છે.
એ દિવસે ધોનીએ કરોડો લોકોને રડાવ્યા હતાં, આખો દેશ ગુમસુમ થઈ ગયો, બધુ જાણે ઠપ થઈ ગયું હોય એવો માહોલ
આઝાદી યાદ કરો: આખું ભારત આઝાદ થઈ ગયું પણ જૂનાગઢ 15 ઓગસ્ટે આઝાદ નોહ્તું થયું, રહસ્યો જાણવા જેવા છે
સારા વરસાદની રાહ જોવાઇ રહી છે. પરંતુ સારા વરસાદ માટે મજબુત સિસ્ટમ બનવી જોઈએ. પરંતુ કોઈ સિસ્ટમ સક્રિય નથી. ખેડૂતો કૃષિ પાકે માટે પાણી પાવવાનું શરૂ કર્યું છે. જોકે, હવે 20 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદ થવાની શક્યતા છે. એટલે 20 ઓગસ્ટ સુધી રાહ જોવી પડશે.