Gujarat news: દરેક લોકોને દિવાળી ભેટ મળી રહી છે ત્યારે હવે સરકારી એસ ટી બસના કર્મચારીઓ માટે પણ સારા સમાચારા સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એસટીના ફિક્સ કર્મચારીઓને દિવાળીની ભેટ સ્વરૂપે પગારમાં વધારો મળ્યો છે. લગભગ ૭ હજાર જેટલા કર્મચારીઓને લાભ મળ્યો. ST કર્મચારી મહામંડળના પ્રમુખ Dhirendrasinghએ નિવેદન આપ્યું છે.
મળતી વિગતો પ્રમાણે આ ફિક્સ વેતન મેળવતા કર્મચારીઓના પગારમાં ૩૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ સમાચાર મળતાં કર્મચારીઓમા આનંદ છવાઈ ગયો છે અને તાજેતરમાં આંદોલન કરવામાં આવેલા એસટી નિગમના ફિક્સ વેતન ધરાવતા કર્મચારીઓને રાજ્ય સરકારે દિવાળીની ભેટ આપવાની આખરે જાહેરાત કરવામાં આવી છે.
બાળકના શરીર પર ઉભરી રહ્યા છે રામ-રામ અને રાધે-રાધે શબ્દો, ડોક્ટર પણ આશ્ચર્યચકિત
ધ્રુજતી ધરતી અને ડોલતી ઈમારતો… 2023માં 38 વાર ભૂકંપ આવ્યો, જતાં જતાં મોટો ઝાટકો આપવાની પુરી શક્યતા!
ગુજરાતના બે-બે પૂર્વ મુખ્યમંત્રી સાથે એક જ દિવસે ભયંકર અકસ્માત, રૂપાણી અને મહેતા માંડ-માંડ બચ્યા
ST કર્મચારીઓના પગારમાં વધારો થવાથી હજારો પરિવારમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ફિકસ પગારદાર કર્મચારીઓને પગારમા વધારો ન મળતા રોષ વ્યક્ત કર્યો હતો. જો કે હવે આ રોષની લાગણી ખુશીની લાગણીમાં પરિવર્તિત થતી જોવા મળી રહી છે.