ગુજરાતમાં વરસાદની શક્યતાને લઈ હવામાન અને અંબાલાલની અલગ અલગ આગાહી, જાણો બન્ને શું કહે છે? જોઈએ કોણ સાચું પડે

Desk Editor
By Desk Editor
Share this Article

IMD Ahmedabad And Ambalal Patel: હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યમાં આગામી 5-7 દિવસમાં ભારે વરસાદ ન હોવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. હવામાન વિભાગે રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે રાજ્ય પર કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ ન હોવાનું પણ જણાવ્યું હતું. તો બીજી તરફ અંબાલાલ દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ આપનારી વિશાળ સિસ્ટમની અસર થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં તેમણે ચાલુ અઠવાડિયાના અંતમાં તથા આગામી અઠવાડિયા દરમિયાન કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના જણાવી છે.

 


Share this Article