3 દિવસ ગુજરાતમાં ખાબકશે કમોસમી વરસાદ, જાણો ક્યાં-ક્યાં પડશે મુશળધાર? તમારા વિસ્તારમાં આવી છે આગાહી

Lok Patrika Desk
By Lok Patrika Desk
varsad
Share this Article

રાજ્યમાં માવઠાના મારથી ખેડૂતો પરેશાન છે ત્યારે રાજસ્થાન પાસે બનેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે ફરી ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

varsad

આજે ક્યાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે?

રાજ્યમાં આજે પણ હળવા વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં કેટલીક જગ્યાએ થંડરશાવર પણ થઈ શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા તથા સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને કચ્છમાં હળવા વરસાદની આગાહી છે. આ સિવાય રાજ્યના બાકીના ભાગોમાં હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે.

varsad

ગુજરાતમાં માવઠું થવાની હવામાન વિભાગની આગાહી

આગામી 4માંથી 3 દિવસ દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજસ્થાન પાસે બનેલા સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, બહુ ઓછી જગ્યાઓ પર વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે આગામી 4 દિવસ દરમિયાન તાપમાનમાં મોટા ફેરફાર નહીં થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે રાજ્યમાં 34થી 37 ડિગ્રી વચ્ચે તાપમાન રહી શકે છે.

varsad

7મી એપ્રિલે અહીં પડી શકે છે હળવો વરસાદ

7મી એપ્રિલે પણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં હળવા વરસાદની આગાહી છે. જ્યારે આજ દિવસે સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, પોરબંદર અને કચ્છમાં પણ હળવો વરસાદ કે થંડરશાવર થઈ શકે છે.

varsad

8મી હવામાન સૂકું રહેશે, 9મીએ વરસાદની આગાહી

આ પછી 8મી એપ્રિલે હવામાન સૂકું રહેવાની આગહી કરવામાં આવી છે. જ્યારે પાંચમા દિવસે એટલે કે 9મી તારીખે ફરી છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી અને કચ્છ જિલ્લામાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

varsad

અમદાવાદના હવામાન અંગે શું આગાહી કરાઈ?

અમદાવાદનું મહત્તમ તાપમાન 35.7 ડિગ્રી નોંધાયું છે, જે 37 ડિગ્રી સુધી જઈ શકે છે. જે પછી આગામી દિવસોમાં 37 ડિગ્રી તાપમાન રહી શકે છે. આજ રીતે ગાંધીનગરમાં પણ તાપમાન એકાદ ડિગ્રી વધી શકે છે પછી આગામી 5 દિવસ દરમિયાન તાપમાન યથાવત રહેવાની સંભાવનાઓ વધુ છે.

varsad

અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું

રાજ્યમાં આગામી દિવસોમાં તાપમાન યથાવત રહેવાની શક્યતાઓ સાથે બુધવારે અમેરેલીમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન 38 ડિગ્રી નોંધાયું હતું જ્યારે સૌથી નીચું લઘુત્તમ તાપમાન ડિસામાં 21 ડિગ્રી નોંધાયું હતું. આ સિવાય રાજકોટમાં 37, ગાંધીનગરમાં 36, વડોદરામાં 36 અને સુરતમાં પણ 36 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

સોના-ચાંદીના ભાવે ભૂક્કા કાઢી નાખ્યા, આજનો એક તોલાનો ભાવ સાંભળીને હાજા ગગડી જશે, ખરીદવામાં ખમી જાજો

મારું નામ સાંભળીને પણ તે કામ કેમ ના કર્યું?? એમ કહીને કોંગી ધારાસભ્યે બેન્કના પટ્ટાવાળાને ધડાધડ લાફા ઝીંકી દીધા

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર સામાન્ય લોકો ખુલ્લું મુકાયું, ટિકિટ એટલી સસ્તી કે સામાન્ય માણસ પણ પ્રવેશી શકે

ગરમીનું પ્રમાણ આગામી દિવસોમાં યથાવત રહેશે

બુધવારે આગામી 5 દિવસ માટે કરવામાં આવેલી આગાહી પ્રમાણે તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ ન હોવાનું ડૉ. મોહંતી દ્વારા જણાવવામાં આવ્યું છે. જોકે, તેમણે એમ પણ કહ્યું છે કે જો તાપમાનમાં વધારો થયો તો એકાદ-બે ડિગ્રીનો વધારો થઈ શકે છે તેનાથી વધારે ઊંચું તાપમાન જવાની શક્યતાઓ નથી.


Share this Article
TAGGED: , ,