અંબાલાલ અને હવામાન વિભાગે બન્નેએ ગુજરાતીઓને ચેતવી દીધા, ઘાતક આગાહી સાંભળી લોકો બહાર નીકળતાં પણ ડરશે

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat Rain:  રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ પુરો થયા બાદ અસહ્ય બફારો વ્યાપી રહ્યો છે. ત્યારે અમદાવાદ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ત્રીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. આ અઠવાડિયામાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહન્તીએ ગુજરાતમાં ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજથી જુલાઈના અંત સુધીમાં ગુજરાત સહિત દેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે.

 


Share this Article