ગુજરાતથી રિસાય ગયા મેઘરાજા, વરસાદની કોઈ જ આગાહી નથી, જો આવું ને આવું રહ્યું તો ખેડૂતોને રડવાના દિવસો આવશે!

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News : ગુજરાતમાં ઓગસ્ટ મહિના દરમિયાન ચોમાસાએ સંતાકૂકડી રમ્યા પછી સપ્ટેમ્બરની શરુઆત પણ કોરી રહી છે. હજુ પણ ગુજરાતમાં (gujrat) સારા વરસાદની કોઈ આગાહી  હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા કહેવામાં આવી નથી. અલનીનોની અસરના કારણે ઓગસ્ટ મહિનો લગભગ કોરો ધાકોર રહ્યો હતો. હવે સપ્ટેમ્બરમાં અન્ય હવામાન નિષ્ણાતો (Weather experts) દ્વારા જુન-જુલાઈની યાદ અપાવનારો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ હવામાન વિભાગે હજુ સુધી આવી કોઈ શક્યતાઓ વ્યક્ત કરી નથી. હાલ રાજ્ય પર વરસાદી સિસ્ટમ નથી અને આગામી સમય માટે પણ હજુ સુધી હવામાન વિભાગે કોઈ શક્યતાઓ દર્શાવી નથી.

 


Share this Article
TAGGED: , , ,