હવામાન વિભાગની નવી આગાહી તમારા હાજા ગગડાવી નાખશે, આ બે જિલ્લાઓમાં લોકોની હાલત ટાઇટ કરી નાખશે, અતિભારે વરસાદની વકી

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat Weather Forecast : આ અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં વરસાદ રહેવાની સંભાવનાઓ છે, જેમાં મોટાભાગે હળવાથી સામાન્ય વરસાદ રહેવાની શક્યતાઓ જણાવવામાં આવી રહી છે. જેમાં આજના દિવસે રાજ્યમાં ભારેથી અત્યંત ભારે વરસાદ તૂટી પડવાની સંભાવનાઓ છે. જેમાં કેટલાક ભાગો માટે રેડ, ઓરેન્જ તથા યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

 

અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ ચાલુ અઠવાડિયા માટે આગાહી કરીને જણાવવામાં આવ્યું છે કે, સમગ્ર રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેવાની સંભાવનાઓ છે. આ સાથે કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ પણ છે. આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. જેમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અન્ય ભાગોનો સમાવેશ થાય છે.

 

 


Share this Article
TAGGED: ,