હવામાન વિભાગે કરેલી નવી આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો 27મી એપ્રિલે હવામાન વિભાગે ઉત્તર રાજ્યના સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દહોદ, મહિસાગર, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં વરસાદ થવાની આગહી કરવામાં આવી છે. બે દિવસ ગરમી રહ્યા બાદ 26 અને 27 તારીખે માવઠાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
26મી એપ્રિલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદમાં પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં પણ માવઠું થઈ શકે છે, આ સિવાય રાજ્યના અન્ય ભાગોનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે. સાથે સાથે હવામાન વિભાગ દ્વારા કેટલાક ભાગોમાં હિટવેવ રહેવાની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે પણ રાજ્યના કેટલાક ભાગોમાં હિટવેવની અસર રહેશે.
હવામાન વિભાગે આજે કચ્છના કેટલાક ભાગોમાં હિટવેવ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 2 દિવસ સુધી હવામાન સૂકું રહ્યા બાદ કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે વરસાદ દરમિયાન સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.
Gold Silver Rate: અમદાવાદ, સુરત સહિતના આ શહેરોમાં સોનું-ચાંદી થઈ ગયા સસ્તા, નવા ભાવ જાણીને આનંદ આવશે
નીતા અંબાણીની સુંદરતા પાછળ છે આ વ્યક્તિનો હાથ, જાણો તે મેકઅપ આર્ટિસ્ટ પર દરરોજ કેટલો ખર્ચ કરે છે
મહત્વનું છે કે પાછલા દિવસોમાં વીજળી પડવાની ઘટનામાં દક્ષિણ ગુજરાતમાં બે મોત થઈ ગયા હતા, આવામાં વરસાદ દરમિયાન લોકોને પોતાના ઘરમાં તથા બહાર સુરક્ષિત રહેવાની સલાહ સલાહ આપવામાં આવી રહી છે.