Gujarat Weather: ગુજરાતમાં દિવાળીના તહેવાર પર હવામાન કેવું રહેશે એ અંગે બધા ચિંતામાં રહેતા જોવા મળે છે. ત્યારે હવે હવામાન વિભાગ, પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે હવામાન અંગે મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા વાત કરી કે, અરબી સમુદ્રની અસ્થિરતા ગુજરાતથી ઘણી દૂર છે પરંતુ 11 નવેમ્બર સુધી આ અસ્થિરતા ગુજરાત નજીક પહોંચશે અને ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે.
આ માવઠા માટેનું લાંબુ અનુમાન કહેવાય આમાં પણ ફેરફાર થવાની ઘણી શક્યતાઓ હોય છે. 8થી 11નું આ સેશન ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક હશે. આ માવઠાની તીવ્રતા વઘારે નહીં હોય. તેનાથી ચોમાસું પાકના પાછોતરું હાર્વેસ્ટિંગમાં નુકસાન થઇ શકશે નહીં.
એ જ રીતે અંબાલાલ પટેલે વાત કરતાં જણાવ્યું કે 14થી 16 દરમિયાન હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ પછી તારીખ 16 નવેમ્બરથી ડિસેમ્બર સુધીમાં ભારે ચક્રવાત પણ આવી શકે છે. આ કારણે ગુજરાતના હવામાનને પણ તેની અસર થવાની શક્યતાઓ અંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
દિવાળીના તહેવારો દરમિયાનના હવામાન અંગે વાત કરીને અંબાલાલ પટેલ જણાવે છે કે, અરબ સાગરનો ભેજ આવી શકે છે, આ સાથે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે. ડિસેમ્બર માસથી આની અસર વધી જશે. જેના લીધે વાદળવાયુની અસર વધારે થવાની શક્યતા દેખાઈ રહી છે.
હવામાન વિભાગે વાત કરી કે રાજ્યના ડે ટેમ્પરેચરમાં વધારે ફેરફાર થવાની સંભાવના નથી. અમદાવાદમાં 35થી 36 ડિગ્રી તાપમાન થવાની સંભાવના છે. આ ઉપરાંતના વિસ્તારોમાં પણ વધારે ફેરફાર થવાની સંભાવના નથી. આ સાથે રાતનું તાપમાન એટલે મિનીમમ ટેમ્પરેચર પણ વધારે ફેરફાર થવાની સંભાવના નથી. રાતનું તાપમાન એકાદ ડિગ્રી વધી શકે છે અને જે પછી એકાદ ડિગ્રી ઘટી શકે છે.
ગુજરાતમાં આ દિવાળીએ મોદી બોમ્બનો જબરો ક્રેઝ, એટલી ડિમાન્ડ કે લોકો એક સાથે 10-10 પેકેટ ખરીદે છે
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી ઘાતક આગાહી, આજથી આટલા જિલ્લામાં માવઠું પડવાની શરૂઆત થઈ જશે
આગામી સાત દિવસમાં કોલ્ડવેવની કોઇ સંભાવના નથી. આ સાથે તાપમાનમાં વધારે નીચું જવાની સંભાવના નથી. અમદાવાદનું લધુત્તમ તાપમાન 20 અને ગાંધીનગરમાં 19 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આગળના સાત દિવસોમાં પણ 19થી 21 ડિગ્રી સુધી તાપમાન જવાની શક્યતા છે. વરસાદ અંગે જણાવતા કહ્યુ કે, અપર લેવલમાં ઘણું ભેજ છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થઇ શકે છે. કચ્છમાં આજે વાદળછાયું વાતાવરણ બની શકે છે પરંતુ વરસાદની કોઇ શક્યતા નથી.