Gujarat News: હાલની સ્થિતિમાં કેવો વરસાદ થશે એ અંગે હાલમાં જ અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે કે, રાજ્યમાં ઝાપટાનું પ્રમાણ વધી શકે છે. જેમાં રાજસ્થાનના ભાગોમાં ઝાપટાનું પ્રમાણ વધુ રહી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ઝાપટા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ઝાપટા રહી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટા પડશે. રાજ્યમાં લગભગ 13 દિવસથી વરસાદે વિરામ લીધો છે. ખેડૂતો વરસાદની રાહ જોઇ રહ્યા છે.
જો કે એક તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હાલ કોઇ વરસાદની સિસ્ટમ સક્રિય ન હોવાને લીધે સારા વરસાદની સંભાવના નથી. જ્યારે કેટલાક ભાગોમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ રહી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, વાદળછાયું વાતાવરણ 18 ઓગસ્ટ સુધી રહેશે. ત્યાર બાદ એક સિસ્ટમ બનશે અને કંઈક અંશે સારો વરસાદ થવાની શક્યતા રહેશે. 18 ઓગસ્ટથી દેશના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતમાં પણ સારો વરસાદ રહેશે.
અંબાલાલ પટેલે વરસાદ ન પડવાનું કારણ પણ જણાવ્યું કે, વર્ષા મેઘ પ્રકારના વાદળો થતા નથી. કારણ કે સાનુકુળ વાતાવરણ નથી. ગુજરાતમાં હવાનું દબાણ ઉંચું છે. આ ઉપરાંત દેશના પૂર્વ ભાગમાં વરસાદ છે. દેશના પૂર્વમાં વરસાદ ઘટે તો પશ્ચિમમાં ગતિવિધિ વધશે અને હિંદ મહાસાગરમાં પશ્ચિમ ભાગમાં વાદળો બનવા છતાં વરસાદ થતો નથી.
અંબાલાલ પટેલ જણાવે છે કે, ઓગસ્ટ માસમાં પૂર્વ પેસેફિક મહાસાગરની ગતિવિધિ અને ઉત્તર પ્રેસેફિક મહાસાગર પર બનેલા ભિન્ન-ભિન્ન સ્ટોમના કારણે ભેજ ખેંચાય જાય છે. જેના કારણે સારો વરસાદ થતો નથી. આવી સ્થિતિ ચિંતાનું કારણ બની શકે છે. આ વખતે પૂર્વ પ્રેસેફિક મહાસાગરની ગતિવિધિ ભારતના મોસમને કમજોર કરી રહી છે.