હવામાન વિભાગની નવી આગાહીથી ખેડૂતો નિરાશ, કાલથી ગુજરાતમાં વરસાદ ગાયબ થઈ જશે! અમુક ભાગોમાં ઝાપટા નાખશે

Lok Patrika
By Lok Patrika
Share this Article

 Gujarat News: હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુજરાતમાં વરસાદને લઈ આગાહી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આગામી 24 કલાક બાદ વરસાદમાં ભારે ઘટાડો જોવા મળશે. આગામી 17, 18 અને 19મી ઓગસ્ટે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં અમુક જગ્યાએ જેમ કે, ડાંગ, નવસારી, વસલાડ અને દમણમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સાઉથ ગુજરાત, સાઉથ સૌરાષ્ટ્રના અમૂક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે.

હાલનો વરસાદ જોઈને ખેડૂતો ચિંતિત બન્યા છે. વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યા છે, પરંતુ આગામી દિવસોમાં વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી પણ કંઈ સારી નથી અને ખેડૂતોને નિરાશ કરનારી છે. આગામી પાંચ દિવસમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની ગેરહાજરી જ રહેવાની છે. અમુક જ ભાગોમાં હળવો વરસાદ થઇ શકે છે.

આગામી 24 કલાક બાદ વરસાદમાં ભારે ઘટાડો જોવા મળશે. જેમાં વરસાદ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર સુધી જ સિમિત રહેવાની સંભાવના છે. આ ભાગોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. ત્રીજા, ચોથા અને પાંચ દિવસે પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં જ હળવો વરસાદ થવાની સંભાવના છે.

મહાત્મા ગાંધીજીએ આઝાદીનો જશ્ન કેમ નોહતો મનાવ્યો? દિલ્હીથી તો કેટલાય દુર રહ્યાં, જાણો એકદમ અજાણી વાતો

આઝાદી પછી અત્યાર સુધીમાં સોનાનો ભાવ 660 ગણો વધી ગયો, જાણો 1947ના વર્ષમાં કેટલો ભાવ હતો? જાણીને વિશ્વાસ નહીં આવે

આઝાદી યાદ કરો: આખું ભારત આઝાદ થઈ ગયું પણ જૂનાગઢ 15 ઓગસ્ટે આઝાદ નોહ્તું થયું, રહસ્યો જાણવા જેવા છે

કોઇપણ પ્રકારની ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી નથી. આગામી 24 કલાક રાજ્યના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, જૂનાગઢ, ગીર-સોમનાથ, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly