ગુજરાતીઓ તૈયાર રહેજો, ફરીથી ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો હવે પછીનો રાઉન્ડ ક્યા કયા જિલ્લાને રેલમછેલ કરશે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News : ગુજરાતમાં (gujarat) લાંબા સમયથી વરસાદે વિરામ લેતા ખેડૂતો હવે મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. કારણ કે મગફળી, કપાસ, સહિતના પાકમાં હાલ પાણીની જરૂરિયાત ઉભી થઇ છે. આવી સ્થિતિ વચ્ચે ખેડૂતો માટે સારી આગાહી કરવામાં આવી છે. હવે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં છુટોછવાયો તો ક્યાંક ધીમીધારે તો ક્યાંક મુશળધાર વરસાદ આવી શકે તેવી હવામાન વિભાગે (Meteorological department) આગાહી કરી છે. જોકે હાલ વરસાદી અંગે કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં છૂટાછવાયા વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે. જેને લઈને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયો વરસાદ આવી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે. આજથી સુરત, નવસારી, વલસાડમાં સામાન્ય વરસાદ રહેશે. તેમજ તાપી, ભરૂચ, દમણમાં પણ  વરસાદ માહોલ જોવા મળશે અને રાજકોટ, જૂનાગઢ, મોરબી, ભાવનગરના ખેડૂતોની પણ આતુરતાનો અંત આવી શકે છે.

BIG BREAKING: બોલાચાલી અંગે ખૂદ રિવાબાએ કર્યો હકીકતનો ખુલાસો, કહ્યું- પૂનમબેન માડમે મારી સેલ્ફ રિસ્પેક્ટ…

BREAKING: ઈસરોને મળી મોટી સફળતા, ચંદ્રયાનથી અલગ થઈને વિક્રમ એકલો ચંદ્ર તરફ નીકળ્યો, આ દિવસ સૌથી વધારે મહત્વનો

ઈસરોના વૈજ્ઞાનિકોને ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી, પૂનાવાલાએ કર્યો દાવો, જાણો ખરેખર શું ચાલી રહ્યું છે આ બધું

 

બનાસકાંઠા, સાબરકાંઠા, મોડાસા, પાટણમાં રહેશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી, ગીર સોમનાથ, દ્વારકા,અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, મહીસાગર અને બનાસકાંઠા, સાબરકાંઠા, મોડાસા, પાટણમાં પણ વરસાદ પડી શકે છે. જણાવાયુ છે. એક બાજુ આગાહી અને બીજી બાજુ રાજ્યના અમુક શહેરોના વાતાવરણમાં પણ પલટો આવતા વરસાદ અંગે ખેડૂતોની આશા ફરી જીવંત થઈ છે.


Share this Article