ગુજરાતી ગરબા ક્વિન કિંજલ દવેને લઈ એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો અનુસાર પવન જોષીની બહેનના લગ્ન કિંજલના ભાઈ આકાશ સાથે નક્કી કરેલા હતા. પરંતુ પવનની બહેને બીજા સાથે કોર્ટ મેરેજ કરી લેતા સગાઈ તૂટી હોવાની વાત મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે કિંજલ દવેની પાંચેક વર્ષ અગાઉ પવન જોશી સાથે સગાઈ કરી હતી. પરંતુ હવે સગાઈ તૂટવાના સમાચારા વાયુવેગે ફેલાયા છે. સુત્રો દ્વારા માહિતી મળી રહી છે કે કિંજલના ફિયોન્સ પવનની બહેન સાથે આકાશ દવેની પણ સગાઈ થઈ હોવાની માહિતી મળી હતી. પવન જોશીની બહેને અન્ય જગ્યા એ કોર્ટ મેરેજ કરી લેતા હવે કિંજલ દવેની પણ સગાઈ તૂટી ગઈ છે.
હાલમાં કિંજલ દવેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ચેક કરતાં જણાય આવે છે કે તેમની સગાઈના ફોટો તેમજ પવન સાથેના બધા ફોટો પણ ડિલિટ કરી દેવામાં આવ્યા છે. કિંજલ દવેના ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટમાં ક્યાંય પણ પવન સાથેનો એક ફોટો જોવા મળતો નથી. તેથી સગાઈ તૂટવાની ચર્ચાએ વધારે જોર પકડ્યું છે.
કિંજલ ચર્ચામાં રહી
પાવાગઢ ખાતે પંચમહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કિંજલ દવેના કાર્યક્રમમાં ડખો થયો હોવાનું સામે આવ્યું હતું. કિંજલ દવેના કાર્યક્રમમાં ખુરસીઓ ઊછળી હોવાનું અને તોડફોડ થઈ હોવાનું સામે આવ્યું હતું. જોકે, કિંજલ દવેના ગીતોથી ઉત્સાહમાં આવેલા પ્રેક્ષકોએ ખુરશીઓ ઉછાળ્યા બાદ પોલીસ દોડતી થઈ હતી.
ખજૂરભાઈના ઘરે પહોંચી
સોશિયલ મીડિયા પર જાણીતા ખજૂરભાઈના ઘરે ગુજરાતની ફેમસ ગાયિકા કિંજલ દવે પહોંચી હતી. તેઓની મુલાકાતના આ ફોટોગ્રાફ્સ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ મુલાકાત દરમિયાન ખજૂરભાઈ અને કિંજલ દવે આનંદથી વાતો કરતા જોવા મળ્યા હતા. આ ફોટોગ્રાફ્સ શેર કરતા ખજૂરભાઈ એટલે કે નીતિન જાનીએ લખ્યું કે, મારી બહેન કિંજલ દવે અને તેનો પરિવાર મારા ઘરે આવ્યો હતો. હવે તે મારી સાળી બની ગઈ છે.
સગાઈની ચોથી એનિવર્સરી પર વીડિયો મેસેજ
જલ દવેની સગાઈને 4 વર્ષ પુરા થયા ત્યારે એ અવસર પર તેના મંગેતર પવન જોષીએ તેના માટે ઈન્ટાગ્રામ પર એક ખાસ વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોની સાથે પવને એક સ્પેશ્યલ મેસેજ પણ શેર કર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે કિંજલ અને પવન એક બીજા સાથે ખૂબ જ બ્યુટીફુલ મુમેન્ટ સ્પેન્ડ કરી રહ્યા હતા અને ખૂબ ખુશ દેખાઈ રહ્યા હતા. પવન એક ખાસ મેસેજમાં કિંજલ દવેને જણાવ્યું છે કે તે તેની લાઈફમાં કેટલી ઈમ્પોર્ટન્ટ છે. બન્નેનો આ રોમેન્ટિક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અને લોકોને તેમનો આ અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો હતો.
પવને લખ્યું હતું કે અને હું તને જ પસંદ કરીશ, સો જન્મોમાં, સો દુનિયામાં, રિયાલિટીના કોઈ પણ વર્ઝનમાં હું તને જ શોધીશ અને તને જ પસંદ કરીશ.” @thekinjaldave ️પ્રેમ અને મસ્તી સાથે પાંચમાં વર્ષમાં પ્રવેશ #4yearsoftogetherness હેપ્પી એન્ગેજમેન્ટ એનિવર્સરી લવ. આ સાથે પવને એક હાર્ટ વાળુ ઈમોજી અને કેમરા વાળુ ઈમોજી પણ પોસ્ટ કર્યું છે.