Gujarati News: રિઝર્વ બેંકના 2000ની નોટ પાછી ખેંચી લેવાના નિર્ણય બાદ ગુજરાત (Gujarat)માં વિવિધ વિસ્તારમાં બેંકોના બદલે પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાઈનો લાગી છે. બધા પેટ્રોલ પુરાવા આવે એટલે ફૂલ ટાંકી કરે અને સીધી 2000ની નોટ જ કાઢે. રાજ્યના વિવિધ વિસ્તારમાં પેટ્રોલ પંપ અનેક લોકો 2 હજારની નોટ વટાવવા આવી રહ્યા છે. અત્યાર સુધી પેટ્રોલ પંપ પર પેટ્રોલ કે ડીઝલ પૂરાવ્યા બાદ જે લોકો ડિજિટલ પેમેન્ટ કરતા હતા, તેઓ પણ હવે પેટ્રોલ કે ડીઝલ પુરાવીને 2 હજારની નોટ જ આપી રહ્યા છે.
જ્યારે આ વિશે પેટ્રોલ પંપના કર્મચારી સાથે વાત કરી તો કહ્યું કે, ગઈકાલે ન્યૂઝ ચેનલો પર સમાચાર આવ્યા ત્યારથી જ લોકો અહીં 2000ની નોટો આપી રહ્યા છે. વાહનચાલકો પેટ્રોલ અને ડીઝલ પૂરાવીને સીધી 2 હજારની નોટ જ કાઢે અને અમારે છુટ્ટા આપવામાં તકલીફ પડી રહી છે. અગાઉ દિવસ દરમિયાન પેટ્રોલ પંપમાં 2 હજારની 10થી 15 નોટ આવતી હતી. ત્યાં આજ સવારથી મોટી સંખ્યામાં 2-2 હજારની નોટો આવી રહી છે, જેને જુઓ બસ 2000ની નોટ જ આપી રહ્યા છે.
આ પણ વાંચો
RBI: 2000 પછી હવે 100, 200, 500 રૂપિયાની નોટો વિશે મહત્વના સમાચાર, RBIએ આપી મોટી માહિતી
2000 Notes Ban: 2000ની નોટને લઈ આ 15 સવાલ જવાબ તમારે જાણવા જ જોઈએ, બધી જ મુંઝવણ છૂમંતર થઈ જશે
127 દિવસનો સમય મળશે
RBI તરફથી મળેલી માહિતી અનુસાર, તમે 2000 રૂપિયાની માત્ર 10 નોટો એટલે કે 20,000 રૂપિયાની એક દિવસમાં બદલી શકો છો અને આ કામ તમે 30 સપ્ટેમ્બર 2023 સુધી જ કરી શકો છો. સામાન્ય લોકોને 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અથવા બદલવા માટે માત્ર 127 દિવસનો સમય મળશે. 127 દિવસમાં દરેક ગ્રાહક માત્ર 2540000 રૂપિયાની નોટ બદલી શકશે.