Gujcet News: ગુજકેટની પરીક્ષાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ડિગ્રી એન્જિનિયરીંગ, ડિગ્રી, ડિપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા A, B અને AB ગ્રૂપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-2024ની પરીક્ષા માટેની માહિતી પુસ્તીકા અને ઓનલાઈન અરજી આજથી શરૂ થઈ ગઈ છે.
અહીં ભરી શકશો ફોર્મ
ગુજરાત બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરવા માટેની માહિતી મુકવામાં આવી છે. વિદ્યાર્થીઓ વેબસાઈટ www.gseb.org અને gujcet.gseb.org પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
જાણો કેટલી છે અરજી ફી
GUJCET 2024 માટે ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ.350 ચૂકવવાના રહેશે. ઉમેદવારો SBIePay સિસ્ટમ (ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ) દ્વારા અથવા દેશની કોઈપણ SBI શાખા દ્વારા અરજી ફી ચૂકવી શકે છે.
આ રીતે કરો અરજી
“સોના કરતાં ઘડામણ મોંઘી”- સોનાના દાગીના ખરીદતી વખતે ધ્યાન રાખો આ બાબત, મોટાભાગના લોકો છે અજાણ, જાણો
Big Breaking: પેટ્રોલ પંપમાં હવે આટલું જ મળશે પેટ્રોલ! સરકારે આદેશ કર્યો જાહેર, જાણો સમગ્ર વિગત
GUJCETની સત્તાવાર વેબસાઈટ gujcet.gseb.orgની મુલાકાત લો. ત્યારબાદ હોમ પેજ પર ઉપલબ્ધ રજિસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો. હવે અહીં માંગેલી જરૂરી વિગતો ભરો ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો. હવે અરજી ફોર્મ ભરો અને અરજી ફી ચૂકવો. બાદમાં સબમિટ પર ક્લિક કરો અને ફોર્મ ડાઉનલોડ કરી લો. છેલ્લે આ ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ લો.