ગુજરાત રાજ્યનું ગૃહ વિભાગ હવે એક નવા જ મામલે એક્શન મોડમાં આવી ગયું છે. જેના ભાગરૂપે હાલમાં ગૃહ વિભાગે આવા IPS અધિકારીઓનું લિસ્ટ તૈયાર કર્યું છે કે જેને લઈ ક્યા અધિકારી કોને સાથે લઈ જાય છે તેની માહિતી એકઠી રહી છે. જે બાદમાં હવે આગામી દિવસોમાં ઉચ્ચ અધિકારીઓ અને માનીતા અધિકારીઓ વચ્ચે ફાટા પાડી અલગ કરવામાં આવી શકે છે. કારણ કે એક વાત સામે આવી છે કે IPS અધિકારીઓની બદલી થઈ ગયા બાદ તેઓ પોતાના માનીતા અધિકારીઓને પણ જ્યાં બદલી થઈ હોય ત્યાં પોતાની સાથે એટલે કે જે-તે જિલ્લા કે શહેરમાં લઈ જતાં હતા, હવે આ બધી ઘટના પછી માનીતાઓને અલગ થવું પડે છે.
હાલમાં ગુજરાત પોલીસને લઈ આ મોટા સમાચાર ભારે વાયરલ થઈ રહ્યા છે. ગુજરાત પોલીસમાં વ્હાલા દવલાની નીતિ હવે નહિ ચાલે એ વાત પાક્કી છે. ગૃહ વિભાગને જ્યારે આવાત ધ્યાને આવતા હવે માનીતા કર્મીઓને સાથે રાખતા IPSનું લિસ્ટ પણ તૈયાર થઈ ગયું છે અને એક્શન લેવાની તૈયારી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં અનેક વાર વહીવટી કે અન્ય કારણોસર IPS અધિકારીઓની બદલી થતી હોય છે. જેમાં જે-તે શહેર કે જિલ્લામાં IPSની બદલી થયા બાદ તે અધિકારી પોતાના માનીતા અધિકારીઓને પણ પોતાની સાથે લઈ જતાં હોવાનું ધ્યાને આવ્યું છે.
મિનિટમાં ચામડી દાઝી જાય એવી ગરમી માટે તૈયાર થઈ જાઓ ગુજરાતીઓ, ફેબ્રુઆરીના અંતમાં ભયંકર ગરમીની આગાહી
ટૂંકમાં હાલમાં એવું થાય છે કે કોઈ IPS ની બદલી કોઈ પણ શહેર કે જિલ્લામાં થાય તો તેઓ પોતાના માનીતા PI કક્ષાના અધિકારીઓને પણ પોતાની સાથે બદલી કરાવીને લઈ જાય છે. જ્યારે સરકારને આ વાત કાને પડી કે તરત જ હર્ષ સંઘવી એક્શનમાં આવ્યા અને એક લિસ્ટ તૈયાર કરી નાખ્યું. રાજ્યના ગૃહવિભાગે હવે આ મામલે મોટી કવાયત શરૂ કરી છે.