અલ્હાબાદ હાઈકોર્ટે આદિપુરૂષના મેકર્સોને લગાવી ફટકાર, શું તમે દેશવાસીઓને મૂર્ખ સમજ્યા છે?

Lok Patrika Desk
By Lok Patrika Desk
adipurush
Share this Article

અલાહાબાદ હાઈકોર્ટે ફિલ્મ ‘આદિપુરુષ’ના ડાયરેક્ટર્સને તેના ડાયલોગ્સ માટે સખત ઠપકો આપ્યો છે. મંગળવારે સુનાવણી દરમિયાન કોર્ટે ફિલ્મ નિર્માતાઓને પણ પૂછ્યું હતું કે, શું તમે દેશના યુવાનો અને નાગરિકોને બ્રેઈનલેસ ગણ્યા છે?

કોર્ટે વધુમાં કહ્યું કે, આ સારી વાત છે કે લોકોએ ફિલ્મ જોયા પછી કાયદો અને વ્યવસ્થાને કોઈ નુકસાન પહોંચાડ્યું નથી. આદિપુરુષ ફિલ્મ પર ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ લગાવીને હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરીને પ્રતિબંધની માંગણી કરવામાં આવી છે. અરજી પર મંગળવારે સુનાવણી દરમિયાન કોર્ટે ફિલ્મના ડાયલોગ રાઈટર મનોજ મુન્તાશિર શુક્લાને આ કેસમાં પક્ષકાર બનાવવા માટે નોટિસ જારી કરી અને એક સપ્તાહમાં જવાબ આપવા જણાવ્યું છે..

adipurush

સુનાવણી દરમિયાન, જ્યારે ફિલ્મ નિર્માતાઓ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે ફિલ્મની શરૂઆતમાં એક ડિસ્ક્લેમર ઉમેરવામાં આવ્યું છે ત્યારે હાઇકોર્ટ ઉશ્કેરાઈ ગઈ હતી. આ અંગે કડક ટિપ્પણી કરતાં કોર્ટે કહ્યું હતું કે, શું ડિસ્ક્લેમર મૂકનારા લોકો દેશવાસીઓ અને યુવાનોને બ્રેઈનલેસ માને છે? તમે ભગવાન રામ, લક્ષ્મણ, હનુમાન, રાવણ અને લંકા બતાવો અને પછી કહો કે આ રામાયણ નથી.

કોર્ટે કહ્યું- સારું થયું કે લોકોએ કાયદો હાથમાં ન લીધો

કોર્ટે વધુમાં કહ્યું કે, સારી વાત છે કે લોકોએ ફિલ્મ જોયા પછી કાયદો અને વ્યવસ્થાને પોતાના હાથમાં ન લીધી. ફિલ્મમાં ભગવાન હનુમાન અને સીતાને એવું બતાવવામાં આવ્યું છે કે જાણે તેઓ કંઈ જ ન હોય. આવા દ્રશ્યો શરૂઆતથી જ દૂર કરવા જોઈએ. આવી ફિલ્મો જોવી ખૂબ મુશ્કેલ છે. મામલાને ખૂબ જ ગંભીર ગણાવતા કોર્ટે પૂછ્યું કે છેલ્લી સેન્સર બોર્ડે તેના વિશે શું કર્યું?

adipurush

આ પણ વાંચોઃ

ગુજરાતના અનેક રસ્તાઓ તળાવમાં ફેરવાયા, વાહનો અટવાયા, કેટલાય કિલોમીટર સુધી ટ્રાફિક જામ, દરેક જિલ્લામાં મુસીબતનો પાર નહીં

આ વર્ષે ગુજરાતમા કેટલો અને ક્યાં સુધી વરસાદ પડશે, કેવુ રહેશે ચોમાસું? વરતારો જાણીને ચોંકી જશો, આ રીતે નકકી થાય

કોર્ટે કહ્યું- ડાયલોગ હટાવ્યા પણ સીનનું શું?

કેસની સુનાવણીમાં હાજર રહેલા ડેપ્યુટી સોલિસિટર જનરલે કોર્ટને જણાવ્યું કે ફિલ્મમાંથી વાંધાજનક સંવાદો હટાવી દેવામાં આવ્યા છે. જેના પર કોર્ટે કહ્યું કે માત્ર સંવાદ દૂર કરવાથી કામ નહીં ચાલે. તમે દ્રશ્યો સાથે શું કરશો? અંતે કોર્ટે કહ્યું કે, તમે સૂચનાઓ લો, અમારે જે કરવું હોય તે ચોક્કસ કરીશું. કોર્ટ આજે પણ આ મામલે સુનાવણી કરશે.


Share this Article