તમામ જિલ્લામાં સૂરજ દાદાનો પ્રકોપ, આખા ગુજરાતમાં પારો એટલો ઊંચકાયો કે સવારે પણ બપોર જેવુ લાગે, બે દિવસ હજુ કાળઝાળ ગરમી પડશે

Lok Patrika Desk
By Lok Patrika Desk
HEATWAVE
Share this Article

ગુજરાતમાં ગરમી કહેર વર્તાવી રહી છે. રાજ્યના અનેક જિલ્લામાં તાપમાન 41 ડિગ્રીને વટાવી ગયું છે. લોકો કામ વિના ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. બપોરના સમયે રસ્તાઓ સૂમસાન જોવા મળી રહ્યા છે. લોકો ગરમીથી બચવા માટે પંખા અને ACનો સહારો લઈ રહ્યા છે.

રાજ્યમાં 11 શહેરોનું 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું

અમદાવાદ,ભાવનગર અને પાટણ રાજ્યના સૌથી વધુ તાપમાન ધરાવતા શહેર બન્યા છે. 11 શહેરોનું તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાયું છે. અમદાવાદ, ભાવનગર અને પાટણમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 42.9 ડિગ્રી, હિંમતનગરમાં 42.2 ડિગ્રી, છોટાઉદેપુર અને ડીસામાં નોંધાયું 42 ડિગ્રી, વડોદરામાં 41.8 ડિગ્રી, રાજકોટમાં 41.3 ડિગ્રી, જૂનાગઢમાં 41.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

HEATWAVE

અમદાવાદમાં બે દિવસ યલો એલર્ટની આગાહી

હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજથી ગરમીથી આંશિક રાહત મળશે. તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. જોકે, અમદાવાદના શહેરીજનોને ગરમીથી હાલ કોઈ રાહત નહીં મળે. અમદાવાદમાં 2 દિવસ યલો એલર્ટની હવામાન વિભાગે આગાહી છે. અમદાવાદમાં 41-42 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે.

હવામાન વિભાગે આપી હિટવેવની આગાહી

ગુજરાતમાં સતત વધતી જતી ગરમી અને હીટવેવની આગાહીને લઈ આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના પગલે જિલ્લાઓને પત્રો દ્વારા જાણ કરવામાં આવી છે. ખાસ કરીને જિલ્લા કક્ષાએ આરોગ્ય અધિકારીઓને હીટવેવની તૈયારી કરવા સૂચના આપી છે. જે અંતર્ગત સફેદ અને સુતરાઉ કપડા પહેરવા, પાણી પીવા બાબતે સૂચના અપાઈ, હેલ્થ એન્ડ વેલનેસ સેંટર, CHC-PHC પર માર્ગદર્શન અપાશે.

10 બેડ ઉભા કરાયા

સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ગરમીથી હિટ સ્ટ્રોક થયેલા દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ ખાતે તાત્કાલિક 10 બેડ ઉભા કરાયા છે. બપોરે ગરમીમાં કામ વગર બહાર ન નીકળવા તબીબોએ અપીલ કરી છે.

HEATWAVE

‘હીટવેવ’થી કરો પોતાનો બચાવ

• ભીષણ ગરમી દરમિયાન વધુ પડતા પ્રોટીન યુક્ત ખોરાક ખાવાનું અને રાંધવાનું ટાળવું જોઈએ.
• ગરમીમાં ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યા વચ્ચે ઘરેથી બહાર જવાનું ટાળો.
• ભલે તમને તરસ ન લાગી હો તો પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં.
• ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ પ
• તાજા ફળો જેમ કે કાકડી, તરબૂચ, લીંબુ, નારંગીનું સેવન કરો.
• હળવા રંગના પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો.
• બહાર ખુલ્લા પગે જવાનું ટાળો. બહાર જતી વખતે કે ખુલ્લા તડકામાં જતી વખતે છત્રી, ટોપી, ટુવાલ અથવા કોઈપણ વસ્તુથી તમારા માથાને ઢાંકવાનું રાખો.
• હીટ સ્ટ્રેસના લક્ષણો પર વિશેષ ધ્યાન આપો, જેમ કે ચક્કર, બેભાન, ઉબકા કે ઉલટી, માથાનો દુખાવો, વધુ પડતી તરસ લાગવી, એકદમ પીળો પેશાબ, પેશાબ ઓછો થવો, શ્વાસ લેવાની ગતિ અને હ્રદયમાં ધબકારા વધવા.
• બાળકો અને પાલતુ પ્રાણીઓને કારમાં એકલા છોડવાથી બચો, કારણ કે વાહનની અંદરનું તાપમાન વધી શકે છે જેનાથી ખતરનાક સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના વધી શકે છે.
• તડકામાં જતા પહેલા સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું રાખો અને નિયમિતપણે તેન લગાવતા રહો.


Share this Article