વાવાઝોડું આવે એ પહેલાં જ પાર વગરનું નુકસાન, હોર્ડિંગ્સ ઉડ્યા, વીજપોલ ધરાશાયી, ઝુંપડા ઉડ્યાં….

Lok Patrika Desk
By Lok Patrika Desk
dariyo
Share this Article

ગુજરાતના અરબી સમુદ્રમાં સક્રિય થયેલા બિપરજોય વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. સમુદ્રમાં ઊંચા-ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. બિપરજોય વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ દરિયાકાંઠે રહેતા લોકોના ઘર અને ઝુંપડા ખાલી કરાવવામાં આવ્યા છે અને તમામ લોકોને શેલ્ટર હોમમાં ખસેડાયા છે.

હર્ષદમાં દરિયો તોફાની બનતા મોટુ નુકસાન

દ્વારકામાં બિપરજોય વાવાઝોડાની અસરમાં વધારો થયો છે. હર્ષદના દરિયાકિનારાના આસપાસના વિસ્તારમાં અસર જોવા મળી છે. હર્ષદના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. આ સાથે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. તેમજ દરિયાકિનારાનું પાણીનું સ્તર વધ્યું છે. દ્વારકાનો દરિયો તોફાની બન્યો છે. દ્વારકામાં ભારે પવનના કારણે અનેક જગ્યાએ વીજપોલ ધરાશાયી થયા છે. તો બોટોને પણ મોટું નુકસાન થવા પામ્યું છે. ઓખા જેટીએ બોટ ઉંધી વળતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જેટી પાસે લાંગરેલી બોટને ઉંધી વાળી દીધી છે. વાવાઝોડાની ઓખા દરિયાના વિસ્તારોમાં અસરો શરૂ થઈ ગઈ છે. દરિયો તોફાની બનતા અનેક બોટોને નુકસાન થયું છે.

dariyo

ઓખામાં કોસ્ટલ ગાર્ડની દીવાલ ધરાશાયી

દ્વારકામાં બિપરજોય વાવાઝોડાના કારણે સમુદ્રએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઓખાથી જેટી તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે. દરિયાના પાણી કિનારા પર પહોંચતા કોસ્ટલ ગાર્ડની ઓફિસની દીવાલ ધરાશાયી થઈ છે. ઓખાના દરિયા કિનારે પવનની ગતિમાં વધારો થવા પામ્યો છે. જેટી તરફના રસ્તાઓ પર વીજપોલ ધરાશાયી થયા હતા. તેમજ દરિયાના પાણી જાહેર માર્ગો પર ફરી વળ્યા છે.

dariyo

દ્વારકામાં વાવાઝોડાએ કહેર વર્તાવાનું શરૂ કર્યું

વાવાજોડાએ દ્વારકામાં કહેર વર્તાવાનું શરૂ કર્યું છે. દ્વારકામાં હાથી ગેટ પાસે રસ્તાઓ પર હોર્ડિંગ્સ ઉડતા LCBના જવાનોએ હોર્ડિંગ્સને હટાવ્યા છે. વાવાઝોડાએ કહેર વચ્ચે ખાખી પણ પોતાની ફરજ અડીખમ નિભાવતી નજરે પડી રહી છે. દ્વારકા LCBના પોલીસ કર્મચારીઓએ હાઇવે ઉપર પડેલા હોર્ડિંગ્સને ઉપાડી સાઈડમાં મૂકી રસ્તો ખુલ્લો કર્યો હતો.

dariyo

આ પણ વાંચો

બિપરજોય વાવાઝોડાના રેડ એલર્ટ વચ્ચે આ છે રેલવેનો એક્શન પ્લાન, ઘણી ટ્રેનો રદ, જુઓ યાદી

14 દેશો, બે લાખ લોકોના મોત અને ચારેકોર વિનાશ… 19 વર્ષ પહેલા સુનામીની તબાહી જોઈને પણ સહન નહીં થાય

કંડલા અને મુન્દ્રા પોર્ટ ખાલી કરાવાયા! ગાંધીધામ સહિત કચ્છના અનેક ગામો ઝડબેસલાક બંધ, લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ

કચ્છમાં વૃક્ષો અને વિજપોલ ધરાશાયી

કચ્છમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. માંડવી અને નલીયામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે પવનથી રસ્તા પરના વૃક્ષો અને વિજપોલ ધરાશાયી થયા છે. તો ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે.


Share this Article